MI માં ભડકો! શું Hardik Pandya નું પત્તું કાયમી માટે કપાઈ ગયું? જાણો અંદરની વાત
- Hardik Pandya Performance : હાર્દિક પંડ્યા ટીમ સાથે રાયપુર ન પહોંચ્યો
- RCB સામેની 10 મેની મેચમાં પંડ્યાના રમવા પર સસ્પેન્સ
- ઈજાના નામે કેપ્ટન હાર્દિક પંડ્યાનું પત્તું કપાયું હોવાની ચર્ચા
- મુંબઈમાં ગર્લફ્રેન્ડ સાથે ફેરારીમાં ફરતો જોવા મળ્યો હાર્દિક
- સૂર્યકુમાર યાદવ ફરી સંભાળશે મુંબઈ ઇન્ડિયન્સની કમાન
IPL 2026 માં પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) હાલમાં મેદાન પરના પ્રદર્શન કરતા મેદાન બહારના વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ટીમનો આગામી મુકાબલો 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે થવાનો છે. આ મહત્વની મેચ માટે મુંબઈની આખી ટીમ 6 મેના રોજ બપોરે રાયપુર જવા રવાના થઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમની સાથે જોવા મળ્યો નહોતો.
Hardik Pandya Performance : ઈજા કે ખરાબ ફોર્મનું પરિણામ?
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે કપ્તાની સંભાળી હતી. તે સમયે સૂર્યાએ જણાવ્યું હતું કે હાર્દિક ફિટ (Fit) નથી. જોકે, ટીમ મેનેજમેન્ટ અને હાર્દિક વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળોએ જોર પકડ્યું છે. રાયપુર ન જવા પાછળ હાર્દિકની ઈજા જવાબદાર છે કે પછી તેનું નબળું ફોર્મ, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાર્દિક પંડ્યાનું પ્રદર્શન (Hardik Pandya Performance) આ સીઝનમાં અત્યંત કંગાળ રહ્યું છે. તેણે 8 મેચમાં માત્ર 146 રન બનાવ્યા છે અને બોલિંગમાં તેનો ઇકોનોમી રેટ 11.9 જેવો ખર્ચાળ રહ્યો છે.
Hardik Pandya is in Mumbai, and last night he was seen in his Ferrari car with his girlfriend. pic.twitter.com/VAGhcTf19d
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 6, 2026
ગર્લફ્રેન્ડ સાથે ફેરારીમાં દેખાયો કેપ્ટન
એક તરફ ટીમ રાયપુરમાં પરસેવો પાડી રહી છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યા મુંબઈમાં તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો મુજબ, બંનેને ફેરારી (Ferrari) કારમાં મુંબઈના રસ્તાઓ પર જોવામાં આવ્યા હતા. આ ઘટનાએ મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોમાં રોષ પેદા કર્યો છે, કારણ કે એક તરફ ટીમ સંઘર્ષ કરી રહી છે અને કેપ્ટન મોજ-મસ્તીમાં વ્યસ્ત છે.
ટીમનું સંતુલન અને ભવિષ્ય
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સામે એકતરફી જીત મેળવી હતી, જેમાં રોહિત શર્મા અને રિક્લટને શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમ મેનેજમેન્ટ હાર્દિકની કેપ્ટનશિપ અને જસપ્રીત બુમરાહ જેવા મુખ્ય બોલરોના ઉપયોગની પદ્ધતિથી નાખુશ છે. જો હાર્દિક RCB સામેની મેચ પણ ગુમાવે છે, તો એવી શક્યતા નકારી શકાય નહીં કે બાકીની સીઝન માટે સૂર્યાને જ કાયમી કેપ્ટન બનાવી દેવામાં આવે. હાલમાં તો મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ એ જ વિચારી રહ્યા છે કે શું આ હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં બીજા સ્પેલનો અંત છે?
આ પણ વાંચો : IPL 2026: Ahmedabad માં જામશે Final મહાજંગ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ખિતાબી મુકાબલો


