Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Hardik Pandya MI Controversy: શું હાર્દિક અને રોહિત વચ્ચે જંગ છે? અનફોલો ડ્રામાએ ખળભળાટ મચાવ્યો!

આઈપીએલ 2026 માંથી મુંબઈ ઇન્ડિયન્સની વિદાય બાદ સોશિયલ મીડિયા પર 'અનફોલો' વોર શરૂ થઈ છે. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ અને રોહિત શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યાના સમાચારથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શું આ માત્ર સોશિયલ મીડિયાની ભૂલ છે કે ટીમમાં કોઈ મોટી બગાવતની તૈયારી? હાર્દિક અને મુંબઈના સંબંધોમાં આવેલી આ ખટાશ પાછળનું અસલી કારણ જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ.
hardik pandya mi controversy  શું હાર્દિક અને રોહિત વચ્ચે જંગ છે  અનફોલો ડ્રામાએ ખળભળાટ મચાવ્યો
Advertisement
  • Hardik Pandya MI Controversy : હાર્દિક પંડ્યાએ રોહિત અને ટીમને કર્યા અનફોલો!
  • પ્લેઓફની રેસમાંથી બહાર થતા જ મુંબઈ કેમ્પમાં ભંગાણના સંકેત
  • હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા અને સૂર્યાને અનફોલો કર્યાના દાવા
  • કપ્તાનીના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે આક્રોશ
  • ઇજાના કારણે હાર્દિક RCB સામેની મહત્વની મેચમાંથી રહ્યો હતો બહાર

આઈપીએલ 2026 (IPL 2026) ની 19મી સીઝન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી રહી. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની હાર સાથે ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. જોકે, મેદાન પરની હાર કરતા અત્યારે મેદાનની બહારનો ડ્રામા વધુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેના અણબનાવની વાતો વહેતી થઈ છે.

Hardik Pandya MI Controversy :  શું છે સમગ્ર વિવાદ?

સોશિયલ મીડિયા યુઝર્સના દાવા મુજબ, હાર્દિક પંડ્યાએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર મુંબઈ ઇન્ડિયન્સને અનફોલો (Unfollow) કર્યું હતું, જોકે થોડી વાર પછી તેણે ફરીથી ફોલો કરવાનું શરૂ કર્યું. વધુ ચોંકાવનારી વાત એ છે કે, હાર્દિકે પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ અનફોલો કર્યા હોવાની ચર્ચા છે. આ ઘટનાક્રમે ટીમના આંતરિક વિખવાદ તરફ ઈશારો કર્યો છે.

Advertisement

Advertisement

કપ્તાની પર ફરી સવાલો

જ્યારથી રોહિત શર્માના સ્થાને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારથી ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ટીમ ટેબલમાં 10માં ક્રમે હોવાથી હાર્દિક પાસેથી કેપ્ટન પદ (Captaincy) પાછું ખેંચવાની અટકળો પણ તેજ થઈ છે. જોકે, હજુ સુધી ફ્રેન્ચાઈઝી કે ખેલાડી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કોચ મહેલા જયવર્ધનેનો ખુલાસો

ટીમના નિરાશાજનક પ્રદર્શન અંગે કોચ મહેલા જયવર્ધને (Mahela Jayawardene) જણાવ્યું કે, આ સીઝન અમારા માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. અમે બેટિંગ અને બોલિંગમાં સાતત્ય જાળવી શક્યા નહીં. હાર્દિકની પીઠની ઈજા (Back Spasm) અને સૂર્યકુમારનું ફોર્મ પણ ટીમ માટે ચિંતાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો : RCB Head Coach વિરૂદ્ધ આકરી કાર્યવાહીથી ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×