Cricketer : IPL ફાઇનલ પહેલા હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
- દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપરે નિવૃત્તિની કરી જાહેરાત
- હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કહ્યું અલવિદા
- હેનરિક ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી
Heinrich Klaasen Retirement: દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. ક્લાસેને જાન્યુઆરી 2024 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે T20 આંતરરાષ્ટ્રીય અને ODI માં સક્રિય હતો. આ વર્ષે એપ્રિલમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે તેમની અવગણના કરવામાં આવી હતી. 2 જૂન (સોમવાર) ના રોજ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પણ ODI આંતરરાષ્ટ્રીયને અલવિદા કહ્યું. આજે ક્રિકેટ ફેન્સને એક સાથે બે ઝટકા લાગ્યા છે, મેક્સવેલ બાદ ક્લાસેનની નિવૃત્તિ ચર્ચાએ ચઢી છે.
હેનરિક ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી
નિવૃત્તિ પછી ક્લાસેન ભાવુક થઈ ગયા 33 વર્ષીય હેનરિક ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ મારા માટે દુઃખદ દિવસ છે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. તે ખરેખર મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તે જ સમયે હું તેનાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. શરૂઆતથી જ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે.'
આ પણ વાંચો -World Cup 2025 : ICC એ મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ કર્યું જાહેર
હેનરિક ક્લાસેન લખે છે, 'મારા દેશ માટે રમવાનું મારું બાળપણનું સ્વપ્ન હતું, મેં તેના માટે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનતથી કામ કર્યું. મેં ખૂબ જ સારી મિત્રતા અને સંબંધો બનાવ્યા છે, જેને હું જીવનભર સાચવીશ. ક્રિકેટે મને એવા મહાન લોકોનો પરિચય કરાવ્યો જેમણે મારું જીવન બદલી નાખ્યું. હું તે બધાનો ખૂબ આભારી છું.
View this post on Instagram
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર Glenn Maxwell એ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ક્લાસેને આગળ લખ્યું, 'પ્રોટિયાઝ (દક્ષિણ આફ્રિકન ટીમ) સુધી પહોંચવાની મારી સફર અન્ય કરતા અલગ હતી, પરંતુ કેટલાક કોચ અને માર્ગદર્શકોએ મારામાં વિશ્વાસ રાખ્યો. હું હંમેશા તેમના વિશ્વાસ અને સમર્થન માટે આભારી રહીશ. મારી છાતી પર પ્રોટિયા બેજ સાથે રમવું એ મારી કારકિર્દીનું સૌથી મોટું સન્માન હતું અને હંમેશા રહેશે. હું મારા પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે ઉત્સુક છું કારણ કે આ નિર્ણયથી મને આવું કરવાની તક મળશે. હું હંમેશા પ્રોટિયાનો મોટો ચાહક રહીશ. મારી કારકિર્દી દરમિયાન મને અને મારા સાથી ખેલાડીઓને ટેકો આપનારા બધાનો હું આભાર માનું છું.
આ ક્લાસેનનું આંતરરાષ્ટ્રીય કેરિયર હતું
જમણા હાથના બેટ્સમેન હેનરિક ક્લાસેન ફેબ્રુઆરી 2018 માં ભારત સામે ODI અને T20I માં ડેબ્યૂ કર્યું હતું. તેમનો ટેસ્ટ ડેબ્યૂ પણ 2019 માં રાંચીમાં ભારત સામે થયો હતો. હેનરિક ક્લાસેન દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 60 ODI અને 58 T20 મેચોમાં ભાગ લીધો હતો.
ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫ અડધી સદી ફટકારી
ટેસ્ટ ક્રિકેટમાં, હેનરિક ક્લાસેને ૧૩.૦૦ ની સરેરાશથી ૧૦૪ રન બનાવ્યા. વનડેમાં, તેમણે ૨૧૪૧ રન બનાવ્યા, જેમાં ૪ સદી અને ૧૧ અડધી સદીનો સમાવેશ થાય છે. ક્લાસેનની વનડેમાં સરેરાશ ૪૩.૬૯ અને સ્ટ્રાઇક રેટ ૧૧૭.૦૫ હતો. ક્લાસેને ટી૨૦માં ૨૩.૨૫ ની સરેરાશ અને ૧૪૧.૮૪ ના સ્ટ્રાઇક રેટથી ૧૦૦૦ રન બનાવ્યા. ક્લાસેને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫ અડધી સદી ફટકારી.