LSG Vs SRH: હૈદરાબાદે લખનૌને હરાવ્યું, અભિષેક શર્માની ધમાકેદાર ફિફ્ટી
- હૈદરાબાદે લખનૌને હરાવ્યું
- લખનૌની ટીમ પ્લેઓફમાંથી બહાર
- અભિષેક શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
LSG Vs SRH :સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે,(LSG Vs SRH )લખનૌની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 205 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદે 19મી ઓવરમાં 6 વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. SRH માટે અભિષેક શર્માએ શાનદાર અડધી સદી ફટકારી.
ઓપનર અથર્વ તાવડે માત્ર 13 રન બનાવીને આઉટ
લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો. SRH ની શરૂઆત સારી ન હતી કારણ કે ઓપનર અથર્વ તાવડે માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશન વચ્ચે 82 રનની મોટી પાર્ટનરશિપ થઈ. આ દરમિયાન, ઈશાન 35 રનના સ્કોર પર દિગ્વેશ રાઠીના બોલ પર ક્લીન બોલ્ડ થયો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર શરૂઆત
સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની શરૂઆત એટલી વિસ્ફોટક હતી કે તેને પ્રથમ 7 ઓવરમાં 98 રન બનાવી લીધા હતા. ચોગ્ગા અને છગ્ગાના વરસાદ વચ્ચે, અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેને 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ટૂંક સમયમાં, SRH એ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 120 રન બનાવી લીધા હતા. તેને છેલ્લા 60 બોલમાં 86 રનની જરૂર હતી. Digvesh Rathi"
LUCK? NO! 𝐖 is with us 🔥#PlayWithFire | #LSGvSRH | #TATAIPL2025 pic.twitter.com/Xl5yVKVffz
— SunRisers Hyderabad (@SunRisers) May 19, 2025
આ પણ વાંચો -ટીમ ઈન્ડિયા નહીં રમે એશિયા કપ - BCCI, એશિયન ક્રિકેટ કાઉન્સિલને કરી જાણ
SRHની જીત લગભગ સુનિશ્ચિત કરી
હેનરિક ક્લાસેન અને કામિન્દુ મેન્ડિસે 55 રનની પાર્ટનરશિપ કરીને SRHની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધો હતી. ક્લાસેન 28 બોલમાં 47 રન બનાવ્યા, બીજી તરફ મેન્ડિસ 32 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો. અંતે, નીતિશ કુમાર રેડ્ડીએ એક રન દોડ્યો અને પોતાની ટીમની 6 વિકેટથી જીત સુનિશ્ચિત કરી.
આ પણ વાંચો -CM Yogi Adityanath સાથે કામ કરતા જોવા મળશે ક્રિકેટર Mohammed Shami!
અભિષેક શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
અભિષેક શર્માએ પોતાના IPL કરિયરમાં ચોથી વખત 20 બોલથી ઓછા સમયમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. આ સંદર્ભમાં, તેને નિકોલસ પૂરનની બરાબરી કરી લીધી છે, જેને પણ IPLમાં ચાર વખત 20થી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી છે. અભિષેકનો IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી 16 બોલમાં આવી હતી, જે તેને 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ફટકારી હતી. લખનૌ માટે મિચેલ માર્શ અને નિકોલસ પૂરને અનુક્રમે 65 અને 45 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી, પરંતુ અભિષેક શર્મા સામે આ બધું ફિક્કું પડી ગયું.