Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Riyan Parag Vape Controversy : ખેલાડી એક, વિવાદ અનેક - જાણી લો ઇતિહાસ !

Riyan Parag Vape Controversy હાલ ભારે ચર્ચામાં છે, 28 એપ્રિલના રોજ, રિયાન પરાગ મેચ દરમિયાન ઈ-સિગારેટ પીતો કેમેરામાં કેદ થયો હતો. તે હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું નિશાન બની ગયો છે. ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે. અગાઉ રિયાન પરાગને તેના વધુ પડતા આત્મવિશ્વાસ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો છે. પરાગે ફક્ત એક જ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.
riyan parag vape controversy   ખેલાડી એક  વિવાદ અનેક   જાણી લો ઇતિહાસ
Advertisement
  • Riyan Parag Vape Controversy હાલ ભારે ચર્ચામાં છે
  • રિયાન પરાગ પહેલી વખત વિવાદમાં આવ્યો નથી
  • રિયાને અગાઉ પણ અનેક કાંડ કર્યા હોવાનું સામે આવ્યું

Riyan Parag Vape Controversy : IPL 2026 માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની (PKBSVsRC Match) મેચ દરમિયાન કેપ્ટન રિયાન પરાગ ભારે ચર્ચામાં આવી ગયો છે. મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે (Dressing Room - Viral Video), જેમાં તે ઈ-સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે (Vaping). રિયાન પરાગ અગાઉ અનેક મોટા વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે.

Riyan Parag Vape Controversy, ચાહકોના નિશાને ખેલાડી

28 એપ્રિલના રોજ, રિયાન પરાગ મેચ દરમિયાન ઈ-સિગારેટ પીતો કેમેરામાં કેદ થયો હતો. તે હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું નિશાન બની ગયો છે. ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - DCVsRCB ની મેચમાં બંને ટીમોએ ઇતિહાસ સર્જ્યો, 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

Riyan Parag Vape Controversy, લાંબા સમય સુધી ટ્રોલ થયો

2024 માં, રિયાન પરાગ તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ હતો. તેનો સર્ચ હિસ્ટ્રી આકસ્મિક રીતે જાહેર થઈ ગયો હતો, જ્યાં તેણે "સારા અલી ખાન હોટ" અને "અનન્યા પાંડે હોટ" સર્ચ કર્યું હતું. આના કારણે તે લાંબા સમય સુધી ટ્રોલ થયો હતો.

કેચની વિચિત્ર ઉજવણી

2022 માં, રિયાન પરાગે માર્કસ સ્ટોઈનિસના કેચની વિચિત્ર રીતે ઉજવણી કરી હતી, જેના કારણે તેને પૂર્વ ખેલાડીઓ અને ચાહકો બંને દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

ખેલાડી સાથે ઝઘડી પડ્યો

IPL 2025 દરમિયાન, રિયાન પરાગનો રાજસ્થાન રોયલ્સના ખેલાડી તુષાર દેશપાંડે સાથે ઝઘડો થયો હતો, જેના કારણે બોલિંગ કોચ શેન બોન્ડને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, પરાગ ચાહકો તરફથી ટીકાનો શિકાર બન્યો હતો.

એક જ સિઝનમાં સારૂ પ્રદર્શન કર્યું

રિયાન પરાગને તેના વધુ પડતા આત્મવિશ્વાસ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો છે. ચાહકો ઘણીવાર રાજસ્થાન રોયલ્સ ટીમ પર તેની તરફેણ કરવાનો આરોપ લગાવે છે. પરાગ ફક્ત એક જ સિઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો છે.

આ પણ વાંચો - મેદાનના હીરો મળ્યા જીવનના અસલી હીરોને! Gujarat Titansના ખેલાડીઓએ કેન્સરના દર્દીઓનું મનોબળ વધાર્યું

Tags :
Advertisement

.

×