ચેન્નાઈએ બેંગ્લોરને જીત માટે 216 રનનો ટાર્ગેટ આપ્યો, ઉથપ્પા અને દૂબેની આક્રમક બેટિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે મોટી ટીમો આજે આમને-સામને છે. ચેન્નાઈ
સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 216 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈ તરફથી
રોબિન ઉથપ્પા અને શિવમ દુબેએ શાનદાર ઇનિંગ રમી હતી. ઉથપ્પાએ 88 રન બનાવ્યા જ્યારે શિવમ દુબેએ 95 રન બનાવ્યા. શિવમ
દુબે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને સદી ચૂકી ગયો અને તેની વિકેટ ગુમાવી દીધી.
બંનેની આક્રમક બેટિંગના પગલે બેંગ્લોર સામે રનનો પહાડ ઉભો કર્યો હતો.
આઈપીએલની 15મી
સિઝનમાં રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમ તેની પ્રથમ ચાર મેચ હારી ગઈ છે.
બીજી તરફ ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની નજર
ટૂર્નામેન્ટમાં તેની ચોથી જીત પર રહેશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
પ્લેઈંગ ઈલેવન:
ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ
રાવત, વિરાટ
કોહલી, ગ્લેન
મેક્સવેલ, દિનેશ
કાર્તિક (વિકેટમેન), શાહબાઝ અહેમદ, વનિન્દુ હસરાંગા, જોશ
હેઝલવુડ, મોહમ્મદ
સિરાજ, સુયશ
પ્રભુદેસાઈ, આકાશ દીપ
ચેન્નાઈ સુપર કિંગ્સ
પ્લેઈંગ ઈલેવન:
રોબિન ઉથપ્પા, રુતુરાજ
ગાયકવાડ, મોઈન
અલી, અંબાતી
રાયડુ, શિવમ
દુબે, રવિન્દ્ર
જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (ડબલ્યુકે), ડ્વેન
બ્રાવો, ક્રિસ
જોર્ડન, મહેશ
થેક્ષના, મુકેશ
ચૌધરી