Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો, વોર્નરના શાનદાર 92 રન

IPLની 15મી સિઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલમાં 92 રન ફટાકાર્યા હતા. પોલેવે પણ àª
દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો  વોર્નરના શાનદાર 92 રન
Advertisement

IPLની 15મી સિઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.આ
મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી દિલ્હી કેપિટલ્સને પ્રથમ
બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે 58 બોલમાં 92 રન ફટાકાર્યા હતા. પોલેવે પણ શાનદાર બેટિંગ કરતા 35 બોલમાં 67 રન ફટકાર્યા હતા. 
ખરાબ પ્રદર્શનના પગલે હવે દિલ્હી કેપિટલ્સ માટે
તેમની આગામી તમામ મેચો જીતવી જરૂરી બની ગઈ છે. દિલ્હીના બેટ્સમેનોને સનરાઈઝર્સ
હૈદરાબાદના પેસરો સામે આકરી કસોટીનો સામનો કરવો પડશે અને ટીમની આશા જીવંત રાખવા
માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.

Match 50. Sunrisers Hyderabad won the toss and elected to field. https://t.co/lSYBekoMjs #DCvSRH #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) May 5, 2022" title="" target="">javascript:nicTemp();

દિલ્હી કેપિટલ્સ નવમાંથી પાંચ મેચ હાર્યું છે. હાલમાં દિલ્હી
કેપિટલ્સ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે
, પરંતુ જો તે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવશે તો તે ચોથા
સ્થાને જઈ શકે છે. આ મેચમાં જીત દિલ્હીની આશા જીવંત રાખશે નહીં તો દિલ્હી માટે હાર
સાથે સતત બાકીની ચાર મેચ જીતવી જરૂરી બની જશે. તો સનરાઇઝર્સ હૈદરાબાદનો ડાબોડી
ફાસ્ટ બોલર ટી નટરાજન આ સિઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બીજા ક્રમે છે.
તેણે અત્યાર સુધીમાં
12.3ના બોલિંગ સ્ટ્રાઈક રેટથી 17 વિકેટ ઝડપી છે. તેણે ડેથ ઓવર દરમિયાન 17માંથી આઠ વિકેટ લીધી છે. આ સિઝનમાં, તેણે બ્રેબોર્ન સ્ટેડિયમમાં કેટલાક પ્રસંગોએ ત્રણ કે તેથી વધુ
વિકેટ પણ લીધી છે.


દિલ્હી કેપિટલ્સ:

પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત, લલિત યાદવ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા

 

સનરાઈઝર્સ હૈદરાબાદ:

અભિષેક શર્મા, કેન વિલિયમસન, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંઘ, જે સુચિત/શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન

Advertisement
Tags :
Advertisement

.

×