પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો, દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
કોરોના સંક્રમણ સામે લડી રહેલી દિલ્હી
કેપિટલ્સ બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ
મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પરંતુ
મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનો બીજો વિદેશી ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પહેલા
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેનાથી તેની
ટીમમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા છ થઈ ગઈ છે.
Match 32. Delhi Capitals won the toss and elected to field. https://t.co/3MYNGBm7Dg #DCvPBKS #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 20, 2022" title="" target="">javascript:nicTemp();
દિલ્હી પાસે ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને સુકાની રિષભ પંત જેવા આક્રમક ખેલાડીઓ છે જ્યારે પંજાબ
પાસે શિખર ધવન, ઈન-ફોર્મ લિયામ લિવિંગસ્ટોન અને શાહરૂખ
ખાન છે. બંને ટીમોની નજર વિજયના માર્ગે પરત ફરવા પર રહેશે અને બેટ્સમેનો સફળતાની
ચાવી સાબિત થશે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કુલ 28 મેચ રમાઈ છે. જેમાં પંજાબે 15 મેચ જીતી છે જ્યારે દિલ્હીની ટીમ 13 મેચ જીતી છે.
દિલ્હી કેપિટલ્સ:
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (w/c), રોવમેન પોવેલ, લલિત યાદવ, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ.
પંજાબ કિંગ્સ:
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટમેન), શાહરૂખ ખાન, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.


