ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો, દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ  રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. દિલ્હી કેપિટલ્સ બુધવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL પ્લેઓફની રેસમાં ટકી રહેવાનું લક્ષ્ય રાખશે. રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. દિલ્હી 11માંથી છ મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હોવા છતાં પ્લેઓફમાં જà
02:00 PM May 11, 2022 IST | Vipul Pandya
IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ  રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. દિલ્હી કેપિટલ્સ બુધવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL પ્લેઓફની રેસમાં ટકી રહેવાનું લક્ષ્ય રાખશે. રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. દિલ્હી 11માંથી છ મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હોવા છતાં પ્લેઓફમાં જà

IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી
કેપિટલ્સ વચ્ચે
DY પાટિલ સ્ટેડિયમમાં રમા  રહી છે. દિલ્હી
કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી.
દિલ્હી કેપિટલ્સ બુધવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL પ્લેઓફની રેસમાં ટકી રહેવાનું લક્ષ્ય
રાખશે.
રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો
જાળવી રાખવા માંગશે. દિલ્હી
11માંથી છ મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હોવા
છતાં પ્લેઓફમાં જવાનો તેમનો રસ્તો એટલો સરળ નથી. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ અને
પંજાબ કિંગ્સના સમાન સંખ્યામાં મેચમાં દસ પોઈન્ટ છે. દિલ્હીનો નેટ રન રેટ પ્લસ
0.150 છે, પરંતુ તેણે આગામી ત્રણ મેચ જીતવી પડશે.

બીજી તરફ રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને તેને ક્વોલિફાઈ થવા માટે માત્ર
બે પોઈન્ટની જરૂર છે. તેનો રન રેટ પણ પ્લસ
0.326 છે જે છેલ્લી ગણતરીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.રાજસ્થાન રોયલ્સ
અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કુલ
25 મેચ રમાઈ છે. રાજસ્થાને 13 મેચ જીતીને લીડ જાળવી રાખી છે. બીજી તરફ દિલ્હીની ટીમ 12 મેચ જીતવામાં સફળ રહી છે. અગાઉ ચાલુ
સિઝનમાં જ્યારે બંને ટીમો આમને સામને આવી હતી. તો રાજસ્થાને દિલ્હીને
15 રનથી હરાવ્યું હતું.

દિલ્હી કેપિટલ્સ:

ડેવિડ વોર્નર, શ્રીકર ભરત, મિશેલ માર્શ, ઋષભ પંત (c&wk),
રોવમેન પોવેલ, અક્ષર પટેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોર્ટજે

રાજસ્થાન રોયલ્સ:

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (C&W), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, જીમી નીશમ/રશિયન વાન ડેર ડ્યુસેન, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદ કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન

Tags :
DelhiDelhiCapitalsGujaratFirstIPL2022RajasthanRoyals
Next Article