કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સ 137 રનમાં ઓલઆઉટ
IPL 15ની 8મી મેચમાં કોલકાતા નાઈટ
રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સની ટીમ
પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. તેમની છેલ્લી મેચમાં પંજાબના બેટ્સમેનોએ શાનદાર
પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ મેચમાં પણ તમામની નજર પંજાબના બેટ્સમેનો પર
રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શેલ્ડન
જેક્સનની જગ્યાએ શિવમ માવીને તક આપવામાં આવી છે. પંજાબ કિંગ્સની ટીમમાં પણ એક
ફેરફાર કરવામાં આવ્યો છે. સંદીપની જગ્યાએ રબાડાને ટીમમાં જગ્યા મળી છે. પ્રથમ
બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 18 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. મયંક
એક રન બનાવીને આઉટ થયો હતો. રાજપક્ષે 9 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ધવન 16
રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Innings Break!@y_umesh leads the charge with the ball as #PBKS are bowled out for 137 in 18.2 overs 👏 👏#KKR chase to begin shortly.
Scorecard - https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/tLLPAAKXKv
— IndianPremierLeague (@IPL) April 1, 2022" title="" target="">javascript:nicTemp();
પંજાબ કિંગ્સ
(પ્લેઈંગ ઈલેવન):
મયંક અગ્રવાલ (કે.), શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, ભાનુકા રાજપક્ષે (વિકેટકિપર), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, રાજ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર
કોલકાતા નાઈટ
રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન):
અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, નીતીશ રાણા, શ્રેયસ ઐયર (કે.), સેમ બિલિંગ્સ (વિકેટકિપર), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી


