રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો, બટલરની ફિફ્ટી
IPL 2022 ની 44મી મેચ સંજુ સેમસનની આગેવાની
હેઠળની રાજસ્થાન રોયલ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બર્થડે બોય
રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા
રાજસ્થાને જોસ બટલરની અડધી સદીના આધારે 159 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પડિક્કલ (15)
અને સેમસન (16) રન બનાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બટલરે મિશેલ (17)
સાથે ઇનિંગ્સને સંભાળી હતી પરંતુ બંને બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા
હતા. બટલરે 48 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ તેણે
રિતિકની ઓવરમાં સતત ચાર સિક્સર ફટકારીને તેની સ્ટ્રાઇક રેટ વધારી દીધી હતી. બટલરે
52 બોલમાં 67 રન બનાવ્યા હતા. અંતે, અશ્વિને 9
બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 150 ની
પાર પહોંચાડી દીધી હતી. મુંબઈ તરફથી હૃતિક અને મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી.
રોહિત શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી
રહ્યો છે અને આ ખાસ પ્રસંગે તેની નજર ટીમ પર રહેશે જેથી તે સિઝનની પ્રથમ જીત
મેળવે. IPL 2022માં મુંબઈએ અત્યાર સુધી કુલ 8 મેચ રમી
છે અને દરેક વખતે ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર
સુધીમાં 25 મેચ રમાઈ છે જેમાં મુંબઈએ 13 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. આવી
સ્થિતિમાં બંને ટીમો વચ્ચે આજે રોમાંચક મુકાબલો થશેઆઈપીએલ પોઈન્ટ ટેબલમાં સતત 8
હારનો સામનો કર્યા બાદ 10માં સ્થાન પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સંજુ સેમસનની
આગેવાની હેઠળની રાજસ્થાન સામે થશે. RRની ટીમ
અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તેઓ 8માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં
બીજા સ્થાને છે.


