ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 13 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચ્યું

ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ બેંગ્લોરે જીતી હતી. RCBએ ચેન્નાઈને 13 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં સ્થાન મેળવ્યું છે.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ àª
05:40 PM May 04, 2022 IST | Vipul Pandya
ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ બેંગ્લોરે જીતી હતી. RCBએ ચેન્નાઈને 13 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં સ્થાન મેળવ્યું છે.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ àª

ફાફ ડુ પ્લેસિસની આગેવાની
હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ
સુપર કિંગ્સ વચ્ચે
IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ બેંગ્લોરે
જીતી હતી.
RCBએ ચેન્નાઈને 13 રને
હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ
4માં સ્થાન મેળવ્યું છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા
RCB173 રન બનાવ્યા હતા.
જવાબમાં ચેન્નાઈની ટીમ
20 ઓવરમાં 8
વિકેટ ગુમાવીને
160 રન બનાવી શકી હતી અને 13 રનથી મેચ હારી ગઈ હતી. 

ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડ
(
28)ના રૂપમાં પડી હતી. રોબિન ઉથપ્પા 1 રને આઉટ થયો હતો. અંબાતી
રાયડુ પણ
10 રન ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. ડેવોન કોનવેએ
શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે તે
56 રન બનાવીને આઉટ થયો
હતો. રવિન્દ્ર જાડેજા
5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
મોઈન અલી
34 રન બનાવીને આઉટ થયો હતો  ધોનીએ 2 રન બનાવ્યા હતા.

ફાફ ડુ પ્લેસિસ (38) અને વિરાટ કોહલી (30)
પ્રથમ વિકેટ માટે
62 રન જોડતા ટીમને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ
ત્યાર બાદ ચેન્નાઈ તરફથી સ્પિનરોએ જોરદાર વાપસી કરી હતી. મહિપાલ લોમરોરે
42,
રજત પાટીદાર 21 અને દિનેશ કાર્તિકે 26*
રન બનાવી ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી. મોઈન અલીએ બે અને મહેશ
તિક્ષાનાને ત્રણ વિકેટ મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે
20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન
બનાવ્યા હતા.

Tags :
ChennaiSuperKingsCSKvsRCBGujaratFirstIPL2022RoyalChallengersBangalore
Next Article