Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કાંટાની ટક્કર

IPL હાલમાં રોમાંચક તબક્કામાં પહોંચી છે. આજે આઈપીએલ 2022નો 34મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા આ મેચ પૂણેમાં રમાડવાની હતી. પરંતુ કોરોનાના પગલે આ મેચ પૂણેના બદલે હવે મુંબઈમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે છેલ્લી મેચમાં શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં પણ જીત મેળવવા દિલ્હી à
આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કાંટાની
ટક્કર
Advertisement

IPL હાલમાં રોમાંચક તબક્કામાં પહોંચી છે. આજે
આઈપીએલ 2022નો 34મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ
મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા આ મેચ પૂણેમાં રમાડવાની
હતી. પરંતુ કોરોનાના પગલે આ મેચ પૂણેના બદલે હવે મુંબઈમાં રમાડવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે છેલ્લી મેચમાં શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ
મેચમાં પણ જીત મેળવવા દિલ્હી કેપિટલ્સની બ્રિગેડ મેદાનમાં ઉતરશે. જ્યારે રાજસ્થાન
રોયલ્સનું પ્રદર્શન પણ આ લીગમાં શાનદાર જોવા મળ્યું છે. રાજસ્થાને છેલ્લા
મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું.


Advertisement


આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ કેટલીક મેચ હારતા દિલ્હી
કેપિટલ્સની મુશ્કેલી વધી ગઈ હતી. દિલ્હી કેપિટલ્સે કુલ 6 પોઈન્ટની સાથે છઠ્ઠા નંબર
ઉપર છે. દિલ્હી કેપિટલ્સે કુલ 6 મેચ રમી છે. જેમાં તેને 3 મેચમાં જીત મળી છે
જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સનુ
પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. ટીમના સ્ટાર બેટર જોસ  બટલર આ આઈપીએલમાં 2 સદી અને 2 ફિફ્ટી ફટકારી
ચૂક્યો છે. હાલમાં શાનદાર પ્રદર્શનના પગલે ઓરેન્જ કેપ તેમની પાસે છે. બટલરની સાથે
સાથે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ આજકાલ શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં કોલકાતા
સામે હેટ્રિક લઈને કોલકાતા સામે શાનદાર જીત મેળવી હતી.  જો પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો રાજસ્થાન
રોયલ્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. રાજસ્થાને કુલ 6 મેચ રમી છે. જેમાંથી તેણે
4 મેચમાં જીત મેળવી છે જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement


દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

પૃથ્વી શો, ડેવિડ
વોર્નર
, ઋષભ પંત
(કેપ્ટન)
, લલિત
યાદવ
, રોવમેન
પોવેલ
, અક્ષર
પટેલ
, શાર્દુલ
ઠાકુર
, સરફરાઝ
ખાન
, કુલદીપ
યાદવ
, મુસ્તફિઝુર
રહેમાન
, ખલીલ
અહેમદ


રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન:

દેવદત્ત પડિક્કલ, જોસ
બટલર
, સંજુ
સેમસન (કેપ્ટન)
, કરુણ
નાયર
, શિમરોન
હેટમાયર
, રિયાન
પરાગ
, રવિચંદ્રન
અશ્વિન
, ટ્રેન્ટ
બોલ્ટ
, પ્રણંદેશ
કૃષ્ણ
, યુઝવેન્દ્ર
ચહલ
, ઓબેદ
મેકકોય

Tags :
Advertisement

.

×