ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 Final આ મેદાન પર રમાશે, જાણો ક્યાં રમાશે પ્લેઓફની મેચ

ફાઈનલ કોલકાતા નહીં અમદાવાદમાં રમાશે પ્રથમ ક્વોલિફાયર મેચ ન્યુચંદીગઢમાં રમાશે ત્રણેય ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ IPL 2025 Final Venue : IPL 2025ની ફાઈનલ (IPL Final 2025)મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ...
06:01 PM May 20, 2025 IST | Hiren Dave
ફાઈનલ કોલકાતા નહીં અમદાવાદમાં રમાશે પ્રથમ ક્વોલિફાયર મેચ ન્યુચંદીગઢમાં રમાશે ત્રણેય ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ IPL 2025 Final Venue : IPL 2025ની ફાઈનલ (IPL Final 2025)મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ...
IPL Final 2025

IPL 2025 Final Venue : IPL 2025ની ફાઈનલ (IPL Final 2025)મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો. IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ 1 જૂને રમાશે.

ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે સામે આવ્યું અપડેટ

IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ 29 મેના રોજ રમાશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાઈ શકે છે. આ સિવાય 30 મેના રોજ રમાનારી એલિમિનેટર મેચનું આયોજન મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં પણ થઈ શકે છે. પરંતુ BCCI દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ હવામાનને ધ્યાનમાં રાખીને આ સ્થળોની પસંદગી કરી છે, કારણ કે દેશમાં ધીમે ધીમે વરસાદની ઋતુ શરૂ થઈ રહી છે. આ કારણોસર અમદાવાદની ફાઈનલ માટે પસંદગી કરવામાં આવી છે.

આ પણ  વાંચો -LSG vs SRH : ચાલુ મેચમાં જોવા મળી ફાઇટ! અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠીએ બાયો ચઢાવી

આ ત્રણેય ટીમો પ્લેઓફ માટે થઈ ગઈ છે ક્વોલિફાય

તમને જણાવી દઈએ કે IPL 2025 માં અત્યાર સુધી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે દિલ્હી કેપિટલ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સ ચોથી ટીમ હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.

આ પણ  વાંચો -ટીમ ઈન્ડિયા નહીં રમે એશિયા કપ - BCCI, એશિયન ક્રિકેટ કાઉન્સિલને કરી જાણ

આરસીબી મેચ લખનૌ ટ્રાન્સફર કરવામાં આવી

દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે, IPL એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની અંતિમ હોમ મેચ, જે શુક્રવાર, 23 મે ના રોજ લખનૌમાં રમાશે, તેને ખસેડી છે. પરિણામે,RCB હવે પોતાનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને પોતાનો છેલ્લો લીગ મુકાબલો 27 મેના રોજ એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. #RCBvsSRH

IPL 2025 પ્લેઓફ શેડ્યૂલ

અગાઉ 25 મેના રોજ રમવાની હતી ફાઈનલ

પહેલા એવા અહેવાલ હતા કે IPL 2025 ની ફાઈનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે, પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે, IPL લગભગ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. આ કારણોસર, IPL 2025 ની ફાઈનલ 25 મે થી બદલીને 3 મે કરવામાં આવી હતી. હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે IPL 2025 ની ફાઈનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

Tags :
BCCI IPL schedule 2025BCCI playoff scheduleEden Gardens IPL 2025Eden Gardens IPL 2025 exclusionEden Gardens not hostingIPL 2025 Ahmedabad finalIPL 2025 Ahmedabad matchIPL 2025 finalIPL 2025 Latest NewsIPL 2025 match datesIPL 2025 Narendra Modi StadiumIPL 2025 news updateIPL 2025 playoff scheduleIPL 2025 venue listIPL 2025 venuesIPL Eliminator 2025IPL news todayIPL playoffs venue listIPL Qualifier 1 2025IPL Qualifier 1 venueIPL stadium list 2025Kolkata IPL match missingKolkata not hosting IPL playoffsNarendra Modi Stadium finalNarendra Modi Stadium final matchRCBvsSRH
Next Article