Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025 લીગ સ્ટેજનો રોમાંચક અંત! શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ? જાણો ઓરેન્જ-પર્પલ કેપની રેસમાં કોણ

IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ 70મી મેચ સાથે પૂર્ણ થયું, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળી. આ મેચમાં RCBએ IPL ઈતિહાસનો તેની કારકિર્દીનો સૌથી મોટો રન ચેઝ હાંસલ કરીને શાનદાર જીત મેળવી. ત્યારે ચાલો, IPL 2025ના લીગ સ્ટેજના અંતે પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદી પર વિગતવાર નજર કરીએ.
ipl 2025 લીગ સ્ટેજનો રોમાંચક અંત  શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ  જાણો ઓરેન્જ પર્પલ કેપની રેસમાં કોણ
Advertisement
  • RCBનો ઐતિહાસિક રન ચેઝ!
  • પોઈન્ટ ટેબલમાં PBKS ટોચે, RCB બીજા ક્રમે
  • સાઈ સુદર્શન ઓરેન્જ કેપ રેસમાં આગળ
  • નૂર અહમદ પર્પલ કેપનો દાવદાર

IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ 70મી મેચ સાથે પૂર્ણ થયું, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળી. આ મેચમાં RCBએ IPL ઈતિહાસનો તેની કારકિર્દીનો સૌથી મોટો રન ચેઝ હાંસલ કરીને શાનદાર જીત મેળવી. આ જીતે RCBને પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાનોમાં સ્થાન અપાવ્યું. ચાલો, IPL 2025ના લીગ સ્ટેજના અંતે પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદી પર વિગતવાર નજર કરીએ.

RCBનો ઐતિહાસિક રન ચેઝ

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી લીગ મેચમાં, LSGએ પહેલા બેટિંગ કરતા ઋષભ પંતની શાનદાર સદીની મદદથી 227 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBએ શાનદાર પ્રદર્શન કરીને 6 વિકેટ અને 8 બોલ બાકી રહેતાં આ સ્કોર હાંસલ કરી લીધો. આ રન ચેઝ IPL 2025ના ઈતિહાસમાં ત્રીજો સૌથી સફળ ચેઝ હતો અને RCBની કારકિર્દીનો સૌથી મોટો રન ચેઝ પણ ગણાયો. આ જીતે RCBને પ્લેઓફમાં મજબૂત સ્થિતિ અપાવી.

Advertisement

IPL 2025 પોઈન્ટ ટેબલ: ટોચની ટીમો

લીગ સ્ટેજના અંતે, શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની પંજાબ કિંગ્સ (PBKS) 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ 19 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું, પરંતુ PBKSનો નેટ રન રેટ વધુ સારો હોવાથી તેઓ પ્રથમ સ્થાને રહ્યા. આ બંને ટીમો વચ્ચે 29 મે 2025ના રોજ ક્વોલિફાયર-1માં ટક્કર થશે, જે ફાઈનલમાં પ્રવેશની ચાવી બનશે. ત્રીજા સ્થાને શુભમન ગિલની ગુજરાત ટાઈટન્સ (GT) અને ચોથા સ્થાને હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (MI) રહી. આ બંને ટીમો 30 મે 2025ના રોજ એલિમિનેટર મેચમાં ટકરાશે, જેમાંથી એક ટીમ પ્લેઓફની રેસમાં આગળ વધશે. લીગ સ્ટેજમાં સૌથી નબળું પ્રદર્શન રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું રહ્યું. બંને ટીમોએ 10-10 મેચમાં હારનો સામનો કર્યો અને 8-8 પોઈન્ટ સાથે નીચેના સ્થાને રહી. CSKનો નેટ રન રેટ (-0.647) સૌથી ખરાબ હોવાથી તેઓ 10મા સ્થાને રહ્યા.

Advertisement

ટીમ
મેચ
જીત
હાર
પરિણામ નહીં
અંક
નેટ રન રેટ
પંજાબ કિંગ્સ (Q)
14
9
4
1
19
+0.312
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Q)
14
9
4
1
19
+0.504
ગુજરાત ટાઈટન્સ (Q)
14
9
5
0
18
+0.254
મુંબઈ ઇન્ડિયન્સ (Q)
14
8
6
0
16
+1.142
દિલ્હી કેપિટલ્સ (E)
14
7
6
1
15
+0.011
સનરાઈઝર્સ હૈદરાબાદ (E)
14
6
7
1
13
-0.247
લખનઉ સુપર જાયન્ટ્સ (E)
14
6
8
0
12
-0.376
કોલકાતા નાઈટ રાઈડર્સ (E)
14
5
7
2
12
-0.305
રાજસ્થાન રોયલ્સ (E)
14
4
10
0
8
-0.549
ચેન્નઈ સુપર કિંગ્સ (E)
14
4
10
0
8
-0.847
IPL 2025 ઓરેન્જ કેપ: ટોપ રન સ્કોરર્સ

લીગ સ્ટેજના અંતે ઓરેન્જ કેપની રેસમાં ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન 679 રન સાથે ટોચ પર રહ્યા. તેમના કેપ્ટન શુભમન ગિલે 649 રન સાથે બીજું સ્થાન મેળવ્યું, પરંતુ સુદર્શનનો તાજ છીનવી શક્યા નહીં. મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ 640 રન સાથે ત્રીજા સ્થાને રહ્યા. RCBના વિરાટ કોહલીએ LSG સામે અડધી સદી ફટકારીને 14 મેચમાં 602 રન સાથે ટોપ-5માં સ્થાન મેળવ્યું. પ્લેઓફમાં આ 4 બેટ્સમેનો વચ્ચે ઓરેન્જ કેપની રેસ રોમાંચક બનશે.

IPL 2025 પર્પલ કેપ: ટોપ વિકેટ-ટેકર્સ

પર્પલ કેપની રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના અફઘાન બોલર નૂર અહેમદ 24 વિકેટ સાથે ટોચ પર રહ્યા. ગુજરાત ટાઈટન્સના પ્રસિદ્ધ કૃષ્ણાએ 23 વિકેટ સાથે બીજું સ્થાન મેળવ્યું. પ્લેઓફમાં પહોંચેલી ટીમોના બોલરોમાં મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટ, RCBના જોશ હેઝલવુડ અને પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ ટોપ-5માં સામેલ છે. પ્લેઓફમાં આ બોલરો વચ્ચે પર્પલ કેપ માટે જબરદસ્ત સ્પર્ધા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, IPL 2025નું લીગ સ્ટેજ રોમાંચક મેચો અને શાનદાર પ્રદર્શન સાથે પૂર્ણ થયું. RCBનો ઐતિહાસિક રન ચેઝ તેમના માટે વરદાન સાબિત થયો અને તેમણે ટોપ-2 માં પોતાની જગ્યા બનાવી લીધી. જ્યારે પંજાબ કિંગ્સ નંબર -1 પર છે. બંને ટીમો વચ્ચે 29 મે 2025ના રોજ ક્વોલિફાયર-1માં ટક્કર થશે. પ્લેઓફમાં PBKS અને RCB વચ્ચેની ક્વોલિફાયર-1 અને GT અને MI વચ્ચેની એલિમિનેટર મેચ રોમાંચક બનવાની છે. ઓરેન્જ અને પર્પલ કેપની રેસ પણ પ્લેઓફમાં નવો રંગ લાવશે, જે IPL 2025ની ફાઈનલ રેસને વધુ આકર્ષક બનાવશે.

આ પણ વાંચો :   IPL 2025 : ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાંથી આ ખેલાડીઓ થયા બહાર, હવે નવી રેસ શરૂ!

Tags :
Advertisement

.

×