IPL 2025 New Rule: IPLના ચાહકો માટે આવ્યા સારા સમાચાર
IPL 2025 New Rule: ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ ના કારણે IPLની બાકી રહેલી મેચો સ્થગિત થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના મંડાણ થયા બાદ તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BCCI એ તાત્કાલિક ધોરણે 9 મેના રોજ, IPL 2025 ની સીઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. BCCIના આ નિર્ણય ના કારણે ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા . ત્યારે હવે 17 મે થી ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ રહી છે પરંતુ બધાજ વિદેશી ખેલાડીઓ IPLની બાકી રહેલી મેચો રમવા માટે પાછા આવી શકે એવી સ્થિતિમાં નથી, જેના કારણે BCCI ને નિયમોંમાં ફેરફાર કરવા પડ્યા છે.
વિદેશી ખેલાડીઓને અસ્થાયી રૂપે બદલવાની મંજૂરી
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ હાલ સંપૂર્ણ પણે સમાપ્ત થયા પછી ક્રિકેટના રસિકો માટે IPLપરત ફરી રહી છે. થોડા દિવસો પૂર્વે પાકિસ્તાની હુમલા બાદ BCCIએ 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે બોર્ડે IPLટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. જોકે હવે IPLની બાકી રહેલી મેચો 17 મેથી ફરી રમાવા જઈ રહી છે પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓ હાલ તેમાં ભાગ લઈ શકે એ સ્થિતિમાં નથી. અને એટલા માટે આવી સ્થિતિમાં, બોર્ડે નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે અને દરેક ટીમને વિદેશી ખેલાડીઓને અસ્થાયી રૂપે બદલવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો -Operation Sindoor ને લઈને સચિન તેંડુલકરે PM મોદી અને ત્રણેય સશસ્ત્ર દળોની કરી પ્રશંસા
17 મેચ માટે નવું શેડ્યૂલ જાહેર
૨૨ માર્ચથી શરૂ થયેલી આઈપીએલની ૧૮મી સીઝનને ભારતીય બોર્ડે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ ના કારણે ૯ મેના રોજ બંધ કરી દીધી હતી. આવી સ્થિતિમાં, મોટાભાગના વિદેશી ખેલાડીઓ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા. ત્યારબાદ ૧૨ મેના રોજ, બીસીસીઆઈએ બાકીની ૧૭ મેચો માટે એક નવું શેડ્યૂલ જાહેર કર્યું, જે હેઠળ આ ટુર્નામેન્ટ ૧૭ મેથી ૩ જૂન સુધી ચાલશે. પરંતુ આ સ્થિતિમાં, ઘણા વિદેશી ખેલાડીઓ સુરક્ષા કારણોસાર પાછા ફરવા માટે તૈયાર નથી, જ્યારે ઘણા અન્ય ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ફરજને કારણે ટુર્નામેન્ટની ઘણી મેચો રમી શકશે નહીં.
આ પણ વાંચો -IPL 2025 : ફરી ક્યારે શરૂ થશે IPL ? સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, આ દિવસે રમાશે ફાઇનલ મેચ
શરતો સાથે ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે BCCI એ નિયમો હળવા કર્યા છે અને દરેક ટીમને નવા ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે. નિયમોમાં ફેરફાર કરવાની સાથે સાથે BCCI એ એક મોટી શરત પણ મૂકી છે. હાલની પરિસ્થિતિમાં, બદલાયેલા ખેલાડીઓને કામચલાઉ ગણવામાં આવશે અને તેઓ માત્ર ને માત્ર આ સિઝન માટે જ ટીમનો ભાગ બની શકશે. એટલે કે, આ સિઝનમાં રમ્યા પછી, તેમને આગામી સિઝન માટે રિપ્લેસ કરી શકાતા નથી. સામાન્ય રીતે, બદલાયેલા ખેલાડીઓને પણ રિપ્લેસ રાખવાની મંજૂરી મળતી હોય છે, પરંતુ હવે જે ખેલાડીઓ રિપ્લેસ કરવામાં આવશે, તેમનો કરાર ફક્ત આ સિઝન માટે જ રહેશે.