આજથી ફરી શરૂ થશે IPL 2025 ટુર્નામેન્ટ, બેંગલુરુમાં યોજાશે RCB-KKR વચ્ચે મેચ
- આજથી ફરી શરૂ થશે IPL 2025 ટુર્નામેન્ટ
- રોયલ ચેલેન્જર્સ-કોલકત્તા નાઈટરાઈડ વચ્ચે મેચ
- બેંગલુરુમાં યોજાશે RCB-KKR વચ્ચે મેચ
- 18મી IPL ટુર્નામેન્ટની 17 મેચ હજુ પણ બાકી
- 3 જૂને યોજાશે IPL 2025 ટુર્નામેન્ટની ફાઇનલ
IPL 2025 : ક્રિકેટ ફેન્સ માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે, કારણ કે આજથી IPL 2025 ની બાકી મેચો રમાવાની શરૂઆત થશે. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ના પહેલગામમાં થયેલા આતંકી હુમલા (terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે જંગ જેવા માહોલના કારણે આ ટુર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી. જોકે, આજથી બાકીની મેચો રમવાની શરૂઆત થશે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને કોલકતા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) વચ્ચે સાંજે મેચ રમાશે.
RCB vs KKR આમને સામને
IPL 2025ની બાકી રહેલી મેચો આજથી એટલે કે 17 મે, 2025થી ફરી શરૂ થવા જઈ રહી છે, અને આ સીઝનની 58મી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આમને-સામને જોવા મળશે. આ સીઝનમાં RCBનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જેણે 11માંથી 8 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, જેમણે 12માંથી માત્ર 5 મેચ જીતી છે, અને ટોપ-4માં પહોંચવું તેમના માટે ખૂબ જ પડકારજનક બન્યું છે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક છે, જેમાં બેંગલુરુનું હવામાન પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
“Déjà vu, but make it icy!” 🤌🥶#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/EponUdJt6V
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 17, 2025
IPL 2025 માં 17 મેચ બાકી છે
હવે IPL 2025 માં 17 મેચ રમાશે, જેમાંથી 13 ગ્રુપ સ્ટેજ અને 4 પ્લેઓફ મેચ છે. IPL 2025 સીઝનની શરૂઆત 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR અને RCB વચ્ચેની મેચથી થઈ હતી. IPL 2025 સીઝન તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી હતી. આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 58 મેચ રમાઈ છે, જેમાં ગુરુવારે રદ થયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો પણ સમાવેશ થાય છે. જોકે, BCCI એ દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે.
હવામાનની આગાહી અને વરસાદની શક્યતા
બેંગલુરુમાં મેચ દરમિયાન હવામાનની સ્થિતિ ચાહકો અને ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. AccuWeather ના અહેવાલ અનુસાર, સાંજે 7 વાગ્યે વરસાદની શક્યતા 34% છે, જે રાત્રે 9 વાગ્યે વધીને 40% થશે. રાત્રે 10 વાગ્યે આ આંકડો 51% સુધી પહોંચશે, અને 11 વાગ્યે 47% રહેશે. આવી સ્થિતિમાં, વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે, અને DLS (ડકવર્થ-લૂઈસ-સ્ટર્ન) નિયમનો ઉપયોગ થઈ શકે છે. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની અદ્યતન ડ્રેનેજ સિસ્ટમને કારણે, ટૂંકા વરસાદ બાદ પણ મેચ ચાલુ રહેવાની આશા છે, જેથી ચાહકો સંપૂર્ણ મેચનો આનંદ માણી શકે.
આ પણ વાંચો : IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર થતા જ ઇંગ્લેન્ડના ખેલાડીઓ મૂંઝવણમાં આવ્યા, જાણો શું થયું