MIVsCSK : MI 159 રન જ બનાવી શક્યું, ધીરની અડધી સદીનો ટેકો મળ્યો
- MIVsCSK વચ્ચે આજે ચેપોકમાં ખેલાઇ રહ્યો છે જંગ
- મુંબઇની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી
- બંને ટીમો માટે પોઇન્ટ ટેબલમાં ઉપર આવવું પ્રાથમિકતા
MIVsCSK : આજે IPL 2026 ના 44 માં મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામસામે ટકરાઇ રહ્યા છે. બંને ટીમો વચ્ચેનો આ રોમાંચક મુકાબલો ચેન્નાઈમાં રમાઈ રહ્યો છે. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇની ટીમોના બોલરોના ભારે દબાવ વચ્ચે મુંબઇની ટીમ 7 વિકેટો ગુમાવતા 159 રન કરી શકી હતી. એકમાત્ર નમન ધીર અડધી સદી સાથે 57 રન બનાવી શક્યો હતો. જેનાથી ટીમને આ રન સ્કોર સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આ મેચમાં ચેન્નાઇની ટીમ સામે જીત માટે 160 રનનું લક્ષ્યાંક છે.
MIVsCSK, બંને ટીમોની પોઇન્ટ ટેબલ પર સ્થિતિ
અત્રે નોંધનીય છે કે, બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, ટુર્નામેન્ટની 43 મેચો પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઠ મેચોમાં પાંચ હાર અને ત્રણ જીત બાદ છ પોઈન્ટ (-0.121) સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બીજી તરફ, મુંબઈ નવ મેચમાંથી છ હાર અને બે જીત બાદ ચાર પોઈન્ટ (-0.784) સાથે નવમા સ્થાને છે.
Indian Premier League 2026 | Mumbai Indians 159-7 after 20 overs against Chennai Super Kings
(Source: ANI Picture Service) pic.twitter.com/nbvRqhBynK
— ANI (@ANI) May 2, 2026
આ પણ વાંચો - Women’s T20 World Cup માટે ટીમની પસંદગી, જાણો કોનું નસીબ ચમક્યું !
MIVsCSK, બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- MI : વિલ જેક્સ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંગ્સ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર.
- CSK : સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી.
બંને ટીમોની ઇમ્પેક્ટ સબ
- MI : રાજ બાવા, રઘુ શર્મા, મયંક રાવત, શાર્દુલ ઠાકુર અને અશ્વિની કુમાર.
- CSK : કાર્તિક શર્મા, અકેલ હુસૈન, સરફરાઝ ખાન, મેટ શોર્ટ અને ગુર્જપનીત સિંહ.
આ પણ વાંચો - IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'


