Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LSGVsCSK : હોમગ્રાઉન્ડ પર CSK ની જીત, ઉર્વિલ પટેલનો મજબૂત ટેકો

LSGVsCSK વચ્ચે ચેપોકમાં ખેલાઇ રહ્યો છે જંગ, CSK સામેની મેચમાં શાહબાઝ અહેમદે છેલ્લી ઓવરોમાં 43 રનની અણનમ ઇનિંગ રમીને સ્કોર 200 થી વધુ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ મેચમાં જોશ ઇંગ્લિશના બેટથી 85 રનની ઇનિંગ જોવા મળી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જેમી ઓવરટને ત્રણ વિકેટ, જ્યારે અંશુલ કંબોજે બે વિકેટ અને નૂર અહેમદે એક વિકેટ લીધી હતી.
lsgvscsk   હોમગ્રાઉન્ડ પર csk ની જીત  ઉર્વિલ પટેલનો મજબૂત ટેકો
Advertisement
  • LSGVsCSK વચ્ચે ચેપોકમાં ખેલાઇ રહ્યો છે જંગ
  • લખનૌની ટીમે જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો
  • લખનૌ વતી જોશ ઇંગ્લિસે મજબૂર ઇનિંગ રમી હતી

LSGVsCSK : IPL 2026 માં, આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં CSK ના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. આ મેચ 19.2 માં ચેન્નાઈની ટીમ જીતી છે. છેલ્લી ઓવરમાં મારેલા બે છગ્ગાથી આખી બાજી પલટાઇ ગઇ હતી.  આ મેચમાં ઉર્વિલ પટેલનો મજબૂત ટેકો રહ્યો હતો.

LSGVsCSK, જેમી ઓવરટને ત્રણ વિકેટ વિખેરી

CSK સામેની મેચમાં, જોશ ઇંગ્લિશ અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને ધમાકેદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી. આ પછી લખનૌએ અચાનક ઝડપથી વિકેટો ગુમાવી દીધી પરંતુ શાહબાઝ અહેમદે છેલ્લી ઓવરોમાં 43 રનની અણનમ ઇનિંગ રમીને સ્કોર 200 થી વધુ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ મેચમાં જોશ ઇંગ્લિશના બેટથી 85 રનની ઇનિંગ જોવા મળી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જેમી ઓવરટને ત્રણ વિકેટ, જ્યારે અંશુલ કંબોજે બે વિકેટ અને નૂર અહેમદે એક વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો - IPL 2026 : 15 વર્ષના Vaibhav Suryavanshi એ ફટકારી છગ્ગાની 'ફાસ્ટેસ્ટ' સદી

Advertisement

બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન

  • ચેન્નાઈ સુપર કિંગ્સ - સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, અકેલ હોસીન, અંશુલ કંબોજ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી.
  • લખનૌ સુપર જાયન્ટ્સ - મિશેલ માર્શ, જોશ ઇંગ્લિશ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), એડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.

આ પણ વાંચો - Vinesh Phogat પર સૌથી મોટી કાર્યવાહી, WFI એ બેન મુકતા ખળભળાટ

Tags :
Advertisement

.

×