Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'

IPL 2026 માં ચીયર લીડર જોડે હોંશિયારી કરવી ભારે પડી હતી, વાયરલ વીડિયો ચેપોકનો છે, જેમાં મેચ દરમિયાન સીએસકેનો એક ચાહક ચીયરલીડર સાથે મજાક કરતો જોવા મળે છે. આ વીડિયો પ્રેક્ષકોમાં બેઠેલા CSK ફેન દ્વારા ફિલ્માવવામાં આવ્યો હતો. ચાહક ચીયરલીડરને કહે છે, "તમે એંજલ જેવા દેખાઓ છો, પણ મેકઅપ વિના તું વધુ સારા દેખાશો." ચીયરલીડર આ સાંભળીને ચોંકી જાય છે
ipl 2026   ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું  ગજબ બેઇજ્જતી
Advertisement
  • IPL 2026 માં ચીયર લીડર જોડે હોંશિયારી કરવી ભારે પડી
  • CSK ફેનને સામે એવો જવાબ મળ્યો કે, ફરી આવી હિંમત નહીં કરે
  • મેદાનમાં ખેલનો ઉત્સાહ વધારવા માટે ચીયર લીડર્સ તૈનાત હોય છે

IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગનો 44 મો મુકાબલો આજે ચેપોક (Chepauk Stadium) ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super King) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાશે. જો કે, મેચમાં મુંબઈની સ્થિતિ ખરાબ છે, અને દરેક મેચ હવે તેમના માટે કરો યા મરો જેવી છે. બીજી તરફ સીએસકે પણ મુશ્કેલીમાં છે, કારણ કે, તે પોતાના ઘરઆંગણે રમાયેલી છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું. તે મેચનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક CSK નો ચાહક ચીયરલીડર્સ સાથે મજાક કરતો (CSK Fan - Viral Video), તેમની મજાક ઉડાવતો જોવા મળે છે. જો કે, વિદેશી ચીયરલીડરે પણ યુવકને યોગ્ય જવાબ આપ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

IPL 2026, મેકઅપ વિના સારા દેખાશો

વાયરલ વીડિયો ચેપોકનો છે, જેમાં મેચ દરમિયાન સીએસકેનો એક ચાહક ચીયરલીડર સાથે મજાક કરતો જોવા મળે છે. આ વીડિયો પ્રેક્ષકોમાં બેઠેલા CSK ફેન દ્વારા ફિલ્માવવામાં આવ્યો હતો. ચાહક ચીયરલીડરને કહે છે, "તમે એંજલ જેવા દેખાઓ છો, પણ મેકઅપ વિના તું વધુ સારા દેખાશો." ચીયરલીડર આ સાંભળીને ચોંકી જાય છે, અને સામે પણ એટલી સ્પષ્ટતાથી જવાબ આપે છે કે, છોકરો વિચારતો થઈ જાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Trump Diaper : અમેરિકાના રાષ્ટ્રપતિએ ડાયપર પહેર્યું હોવાના દાવાથી ખળભળાટ

IPL 2026, દાંત સાફ કરો

સીએસકે ચીયરલીડર ચાહકના શબ્દોથી ચોંકી જાય છે, પરંતુ તે યોગ્ય જવાબ પણ આપે છે. તે કહે છે, "પહેલા તમારા દાંત સાફ કરો, શું તમને મારો મેકઅપ અને પાંપણ જોઈએ છે?" સોશિયલ મીડિયા પર આ છોકરાની આલોચના થઈ રહી છે. એક યુઝરે લખ્યું, "આ બિલકુલ અસ્વીકાર્ય છે. પરંતુ ચીયરલીડરે ખરેખર તેને ચૂપ કરી દીધો." કેટલાક ચીયર લીડરના જવાબને ગજબ બેઇજ્જતી સાથે સરખાવી રહ્યા છે.

આજે રમાશે મેચ

આજે ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ છે. IPLમાં સૌથી વધુ ટાઇટલ (5-5 વખત) જીતનાર બંને ટીમોની સફર આ સિઝનમાં સારી રહી નથી. ચેન્નઈ 8 માંથી 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે અને મુંબઈ ઇન્ડિયન્સ નવમા સ્થાને છે. મુંબઈએ 8 માંથી 2 મેચ જીતી છે.

આ પણ વાંચો - મેદાન પર પારો ચડ્યો! Kyle Jamieson ને Vaibhav Suryavanshi સાથેની દુશ્મની પડી ભારે, જુઓ શું થઈ કાર્યવાહી

Tags :
Advertisement

.

×