IPL 2026: CSK ના ₹14 કરોડના ખેલાડીનો મેદાન પર જલવો, જીત બાદ કર્યું 'ગન સેલિબ્રેશન'
- IPL 2026: ચેન્નાઈએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું
- 14.20 કરોડના ખેલાડી કાર્તિક શર્માની શાનદાર અડધી સદી
- જીત બાદ કાર્તિકની 'ગન સેલિબ્રેશન' સોશિયલ મીડિયા પર વાયરલ
- ચાહકોએ કાર્તિકની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી
- કેપ્ટન રુતુરાજ ગાયકવાડની 67 રનની અણનમ ઇનિંગ
- ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK નો દબદબો
IPL 2026 : દેશભરમાં આઈપીએલની અલગ જ ક્રેઝ છે. નાના બાળકથી લઈ વય વૃદ્ધ લોકો IPLની મજા માણતા જોવા મળી જશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 [IPL 2026] ની 44મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં ₹14.20 કરોડની જંગી કિંમતે ખરીદાયેલા કાર્તિક શર્માએ (Kartik Sharma) આક્રમક બેટિંગ કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્તિકે માત્ર 40 બોલમાં અણનમ 54 રન ફટકારીને પોતાની પ્રથમ આઈપીએલ ફિફ્ટી (IPL Fifty) પૂર્ણ કરી હતી.
IPL 2026 : ધોની સ્ટાઈલમાં કરી ઉજવણી
મેચ જીત્યા બાદ કાર્તિક શર્માએ મેદાન પર Gun Celebration કર્યું હતુ, જેણે ક્રિકેટ પ્રેમીઓને વર્ષ 2005 માં શ્રીલંકા સામેની મેચમાં એમએસ ધોની (MS Dhoni) દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક ઉજવણીની યાદ અપાવી દીધી હતી. જોકે, મેચ બાદ કાર્તિકે સ્પષ્ટતા કરી હતી કે આ તેની પોતાની શૈલી હતી અને તે કોઈનું અનુકરણ કરી રહ્યો નહોતો.
An unorthodox finishing touch to a classic rivalry! 🎬
🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛
Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu
— IndianPremierLeague (@IPL) May 2, 2026
યુવા ખેલાડીની દબાણ હેઠળની ઇનિંગ
જ્યારે CSK એ 46 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે કાર્તિકે ક્રીઝ પર આવીને કેપ્ટન રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સાથે મજબૂત ભાગીદારી [Partnership] કરી હતી. રુતુરાજે પણ 67 રન બનાવી ટીમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરે આટલું શાનદાર પ્રદર્શન કરીને કાર્તિક શર્મા હવે ચેન્નાઈનો સૌથી યુવા અર્ધસદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચો - Women’s T20 World Cup માટે ટીમની પસંદગી, જાણો કોનું નસીબ ચમક્યું !


