CSKVsGT : ગુજરાતની ટીમના શિરે જીત, સુદર્શને સપાટો બોલાવ્યો
- CSKVsGT મેચમાં ગુજરાતની ટીમની જીત
- માત્ર એક વિકેટ ગુમાવીને જીત પોતાને નામ કરી લીધી
- ચેન્નાઈની ટીમના દિગ્ગજો ઓછા રને પેવેલિયન પરત ફર્યા હતા
CSKVsGT : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝનની 37 મી લીગ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં 159 રનના ટાર્ગેટને ગુજરાત ટાઇટન્સની 2 વિકેટો ગુમાવતા ટીમે 16.4 ઓવરોમાં જ હાંસલ કરી લીધો છે. આજની મેટમાં સાંઇ સુદર્શનના બેટથી રનોનો વરસાદ થયો છે, તેણે 46 બોલમાં 87 રન ફટકારીને ટીમને મજબૂત ટેકો આપ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ મેચમાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવી શકી હતી.
CSKVsGT, ચેન્નાઈની મેચ
આ મેચમાં CSK ની શરૂઆત સારી નહોતી, જેમાં તેઓએ 37 રનના સ્કોર સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી, અહીંથી તેમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે એક છેડેથી ઇનિંગ્સ સંભાળી અને અંત સુધી બેટિંગ કરી હતી, જેમાં તેમના બેટમાંથી 60 બોલમાં 74 રનની અણનમ ઇનિંગ્સ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ માટે કાગીસો રબાડાએ ત્રણ વિકેટ લીધી, જ્યારે અરશદ ખાને બે, જ્યારે મોહમ્મદ સિરાજ અને માનવ સુથારે એક-એક વિકેટ લીધી હતી.
CSKVsGT, ટીમોનું હાર-જીતનું સરવૈયું
બંને ટીમોએ અત્યાર સુધીની સીઝનમાં ખૂબ જ ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સીઝનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યારથી તેઓ પાછા ફર્યા છે. સીએસકેએ આ આઈપીએલ સીઝનમાં કુલ સાત મેચ રમી છે, જેમાં ત્રણ જીતી છે અને ચાર હારી છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ IPL 2026 માં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો - RRVsSRH : Sunrisers Hyderabad ની જીત, ઇશાન-અભિષેકની અડધી સદી મહત્વપૂર્ણ
બંને ટીમોને રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં સાત મેચ રમી છે, જેમાં ત્રણમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામે, આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ બંને માટે મહત્વપૂર્ણ રહેશે. IPLમાં બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ સમાન છે, CSK અને GT એ આઠ મેચ રમી છે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે ચારમાં જીત મેળવી છે અને ગુજરાત ટાઇટન્સે ચારમાં જીત મેળવી છે.
બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન
- ચેન્નઈ સુપર કિંગ્સ - સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, દેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ.
- ગુજરાત ટાઇટન્સ - સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
આ પણ વાંચો - 12 સિક્સર અને 5 ચોગ્ગા! શું આ Vaibhav Sooryavanshi Injury ને કારણે IPL 2026 માંથી બહાર થશે?


