IPL 2026 : MI બરાબરનું રગદોળાયું, CSK એ ગાભા કાઢી નાંખ્યા
- IPL 2026 આજે મુંબઇ સામે ચેન્નાઇની જીત
- હાર-જીત વચ્ચેનું અંતર ઘણું મોટું હોવાનો મત
- મુંબઇની ટીમ બોલિંટ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ રહી
IPL 2026 : મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ સામે ચેન્નાઇની ટીમે આજે જલવંત જીત મેળવી છે. મુંબઇની ટીમ જીત માટે 208 રનના લક્ષ્ય સામે 19 ઓવરમાં જ 104 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયું છે. આ ટીમનું સૌથી નબળા પૈકીનું એક પ્રદર્શન માનવામાં આવે છે. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 208 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ (CSK Vs MI) ની શરૂઆત ખરાબ રહી હતી, તેણે 11 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અકીલા હુસૈને બે વિકેટ લીધી, જ્યારે મુકેશ ચૌધરીએ એક વિકેટ ઉમેરી હતી. ત્યાર બાદથી અંતિમ ઓવરો સુધી પહોંચતા ટીમે એક પછી એક વિકેટો ગુમાવવી પડી હતી.
IPL 2026, સંજુએ તરખાટ મચાવ્યો
અગાઉ, વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે સંજુ સેમસનની અણનમ સદીને કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ શરૂઆતમાં વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતુ, ત્યારે સંજુએ બીજા છેડે પકડી રાખ્યું હતું, તે અંત સુધી ક્રીઝ પર રહ્યો, ઇનિંગના છેલ્લા બોલ પર ફોર સાથે પોતાની સદી પૂર્ણ કરી હતી. સંજુએ 54 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો ------------------ IPL 2026 : CSK 208 રનનું લક્ષ્યાંક મુકવામાં સફળ, MI ની બોલિંગ નીરસ
IPL 2026, શિવમ માત્ર 5 રનમાં આઉટ
ચેન્નાઈની શરૂઆત ખાસ પ્રભાવશાળી રહી ન હતી. કેપ્ટન રુતુરાજ ગાયકવાડનું આ મેચમાં ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. રુતુરાજ 14 બોલનો સામનો કર્યા પછી 22 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા સરફરાઝ ખાનને પણ 8 બોલમાં 14 રન બનાવ્યા બાદ મિશેલ સેન્ટનર દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો. શિવમ દુબે પણ માત્ર 5 રન બનાવી શક્યો હતો.
બ્રેવિસે સારૂ શરૂઆત કરી
ડેવાલ્ડ બ્રેવિસે મજબૂત શરૂઆત કરી, પરંતુ તેને અશ્વની કુમાર દ્વારા આઉટ કરવામાં આવ્યો, જેમણે 11 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. કાર્તિક શર્મા 19 બોલનો સામનો કર્યા પછી માત્ર 18 રન બનાવી શક્યો હતો. જેમી ઓવરટન 7 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.
અહીં બંને ટીમો માટે પ્લેઇંગ ઇલેવન
- મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, જસપ્રિત બુમરાહ, ક્રિશ ભગત, એએમ ગઝનફર, અશ્વિની કુમાર
- ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, દેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, મુકેશ ચૌધરી
આ પણ વાંચો ------------------ Mukesh Choudhary એ માતા ગુમાવી, છતાં પીચ પર અડીખમ હાજર રહ્યો !


