DCVsPBKS : હાઇવોલ્ટેજ મેચમાં પંજાબની જીત, ઐયર અને પ્રભસિમરન સિંહની ફટકાબાજી ફળી
- DCVsPBKS આજની મેચ હાઇવોલ્ટેજ રહી હતી
- દિલ્હીની ટીમે મોટો રનસ્કોર કરીને પહાડ જેટલું ટાર્ગેટ આપ્યું
- પંજાબની ટીમે પણ મેદાનમાં અડિખમ મુકાબલો કર્યો હતો
DCVsPBKS : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝનની 35 મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં પંજાબની ટીમે 4 વિકેટો ગુમાવતા અંતિમ ઓવરમાં મેચ જીતી લીધી છે, છેલ્લે છેલ્લે શ્રેયસ ઐયર અને પ્રભસિમરને ભારે ફટકાબાજી કરી હતી. ઊંચો રનસ્કોર ચેઝ કરવાનો હોવાથી મેચ પહેલાથી જ હાઇવોલ્ટેજ બની ગઇ હતી. શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 264 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલ અને નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું, તેમણે બીજી વિકેટ માટે 220 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. કેએલ રાહુલે અણનમ 152 રન બનાવ્યા, જ્યારે રાણાએ 91 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને ઝેવિયર બાર્ટલેટે એક-એક વિકેટ લીધી હતી.
DCVsPBKS, આ મેચ પહેલા સુધીનો રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેનો આઈપીએલ રેકોર્ડ સરખો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મેચ રમાઈ છે, જેમાંથી દિલ્હી કેપિટલ્સે 17 મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સે પણ 17 મેચ જીતી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે 12 મેચ રમી છે, જેમાં બંને ટીમોએ 6-6 મેચ જીતી છે.
Indian Premier League 2026 | Punjab Kings beat Delhi Capitals by 6 wickets. Punjab Kings chased down the highest total in IPL history.
(Source: ANI Picture Service) pic.twitter.com/nmhrOwINVQ
— ANI (@ANI) April 25, 2026
આ પણ વાંચો ---------------- KL રાહુલની 'કિલિંગ' સદી, 16 ચોગ્ગા-6 છગ્ગા ફટકારી અણનમ 152 રન બનાવ્યા, ધોનીનો આ રિકોર્ડ પણ તોડ્યો
DCVsPBKS, બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- દિલ્હી કેપિટલ્સ - કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસન્કા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
- પંજાબ કિંગ્સ - પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
આ મેચ માટે બંને ટીમો માટે ઇમ્પેક્ટ પ્લેયર્સ
- દિલ્હી કેપિટલ્સ - વિપરાજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, આકિબ નબી દાર.
- પંજાબ કિંગ્સ - નેહલ વાઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.
આ પણ વાંચો ---------------- DCVsPBKS ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી, આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના


