DCVsRCB : DC ઓલઆઉટ, ભુવનેશ્વર-હેઝલવૂડ સામે ટીમ નતમસ્તક
- DCVsRCB આજની મેચમાં દિલ્હીની ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન
- શરૂઆતની ઓવરોમાં જ મોટા ભાગની વિકેટો વિખેરાઇ ગઇ હતી
- પાવર પ્લેમાં સૌથી ઓછા રન થયા હોવાની ગણતરી
DCVsRCB : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium - Delhi) ખાતે રમાઈ રહેલી IPL 2026 ની 39મી મેચમાં, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતી દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ની આબરૂનું રીતસરનું ધોવાણ થયું છે. ટીમ 15.3 ઓવરમાં માત્ર 75 રન બનાવીને ઓલઆઉટ છયું છે. અને સામેની ટીમને જીત માટે 76 રનનો ટાર્ગેટ આપ્યો છે. RCB ના ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની વિનાશક બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી. ટીમ પાવરપ્લેમાં ફક્ત 13 રન બનાવી શકી અને 6 વિકેટ ગુમાવી દીધી હતી.
DCVsRCB, દિલ્હીની ટીમે ત્રણ ફેરફાર કર્યા
IPL ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી ખરાબ પાવરપ્લે સ્કોર છે. આ સાથે, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ IPL ઇતિહાસમાં પાવરપ્લેમાં 3-3 વિકેટ લેનારા એકમાત્ર બે બોલર બન્યા છે. ભુવનેશ્વરે મેચના બીજા બોલ પર સાહિલ પારખને આઉટ કર્યો છે. ત્યારબાદ જોશ હેઝલવુડે તેની ઓવરમાં સતત બોલમાં કેએલ રાહુલ અને સમીર રિઝવીને આઉટ કર્યા છે. ત્યારબાદ ભુવનેશ્વરે ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષરને આઉટ કર્યા હતા. ત્યારબાદ હેઝલવુડે તેની બીજી ઓવરમાં નીતિશ રાણાને આઉટ કર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોર ટીમ યથાવત રહી, પણ દિલ્હીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યા હતા. કાયલ જેમીસન અને દુષ્મંથ ચમીરાને દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ટોસ દરમિયાન, અક્ષર પટેલે જાહેરાત કરી કે મુકેશ કુમારને બ્રેક આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Run Out Controversy : Angkrish Raghuvanshi ને ખોટી રીતે બહાર કઢાયાનો દાવો
DCVsRCB, બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન: સાહિલ પરીખ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), દુષ્મંથ ચમીરા, કાયલ જેમીસન, કુલદીપ યાદવ, ટી નટરાજન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામદાર.
આ પણ વાંચો - Rinku Singh ની મંગેતરે સ્વર્ગીય સસરાની યાદમાં ખાસ વીડિયો બનાવ્યો, જાણો શું કહ્યું


