DCVsRCB : માત્ર 6 ઓવરમાં બેંગ્લોરની ટીમે જીત મેળવી, વિરાટે રચ્યો ઇતિહાસ
- DCVsRCB આજની મેચમાં બેંગ્લોરની ટીમની જીત
- દિલ્હીની ટીમ બોલિંગ-બેટિંગમાં નબળી સાબિત થઇ
- વિરાટ કોહલીએ રનનો ઐતિહાસીક રેકોર્ડ બનાવ્યો
DCVsRCB : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે IPL 2026 ની 39મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 76 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 ઓવરમાં જ લક્ષ્ય મેળવીને જીત પોતાને નામ કરી દીધી છે. દિલ્હીની ટીમ 16.3 ઓવરમાં માત્ર 75 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. એ આઇપીએલના ઇતિહાસમાં થયેલા સૌથી ઓછા રનસ્કોર પૈકીનો એક હોવાનું અનુમાન છે. આ સાથે વિરાટ કોહલીએ આઇપીએલના ઇતિહાસમાં 9 હજાર રનોનો જાદુઇ આંક પાર કરીને નવો ઇતિહાસ રચી દીધો છે.
DCVsRCB, અડધી ટીમ 7 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછી ફરી
અગાઉની મેચમાં રેકોર્ડ રનનો પીછો કરનાર પીચ પર, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે એટલી ઘાતક બોલિંગ કરી કે દિલ્હી કેપિટલ્સ ફક્ત 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બીજા બોલથી શરૂ થયેલો નરસંહારનો અંત મેચના અંતિમ બોલ પર વિકેટ સાથે થયો છે. દિલ્હીની અડધી ટીમ 7 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછી ફરી હતી. IPL ઇતિહાસમાં સૌથી ઓછા પાવરપ્લે સ્કોરનો શરમજનક રેકોર્ડ દિલ્હી પાસે છે. સ્ટાર્સથી ભરેલી દિલ્હી પાસે ભુવનેશ્વર અને હેઝલવુડની બોલિંગનો કોઈ જવાબ નહોતો. રાહુલ હોય કે સ્ટબ્સ, કોઈ પણ ક્રીઝ પર ટકી શક્યું નહીં. દિલ્હીના આઠ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. 30 રનની ઇનિંગ રમનાર અભિષેક પોરેલનો ટીમ આભાર માનતા નથી થાકતી. નહીંતર, દિલ્હીનો સ્કોર આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઓછો હોત. તેમના સિવાય ડેવિડ મિલરે 19 અને કાયલ જેમિસને 12 રન બનાવ્યા છે.
આ પણ વાંચો - Rinku Singh ની મંગેતરે સ્વર્ગીય સસરાની યાદમાં ખાસ વીડિયો બનાવ્યો, જાણો શું કહ્યું
બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન
- દિલ્હી કેપિટલ્સ : સાહિલ પારખ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), દુષ્મંથ ચમીરા, કાયલ જેમિસન, કુલદીપ યાદવ, ટી નટરાજન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામદાર.
આ પણ વાંચો - DCVsRCB : DC ઓલઆઉટ, ભુવનેશ્વર-હેઝલવૂડ સામે ટીમ નતમસ્તક


