KL રાહુલની 'કિલિંગ' સદી, 16 ચોગ્ગા-6 છગ્ગા ફટકારી અણનમ 152 રન બનાવ્યા, ધોનીનો આ રિકોર્ડ પણ તોડ્યો
- DC Vs PBKS વચ્ચેની મેચ દિલ્હીમાં રમાઇ રહી છે
- દિલ્હીની ટીમે પહેલા ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી
- કે એલ રાહુલે ધોનીને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો
DC Vs PBKS : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી IPL 2026 ની 35મી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals - IPL 2026) ટીમે અંત સુધી વિકેટો બચાવીને ભારે તરખાટ મચાવ્યો છે. દિલ્હીની ટીમે બે વિકેટો ગુમાવતા પંજાબની (Punjab Kings - IPL 2026) ટીમ સમક્ષ જીતવા માટે 265 રનનો માતબર લક્ષ્યાંક મુક્યો છે. દિલ્હી માટે કેએલ રાહુલે 47 બોલમાં સદી ફટકારી છે (KL Rahul Century). તેમને બીજા છેડેથી નીતિશ રાણાએ (Nitish Rana) ટેકો આપ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 150 થી વધુ રનની ભાગીદારી કરી હતી.દિલ્હીને શરૂઆતમાં એકમાત્ર આંચકો પથુમ નિસાન્કાના રૂપમાં આવ્યો હતો. અને અંતિમ ઓવરમાં બીજો આંચકો નિતીશ રાણેના રૂપમાં આવ્યો હતો. કેએલ રાહુલ હવે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ધોનીને પાછળ છોડી ચૂક્યો છે. ધોનીએ આઈપીએલમાં 5439 રન બનાવ્યા છે, જ્યારે કેએલ રાહુલ હવે આ સંદર્ભમાં ધોનીને પાછળ છોડી ચૂક્યો છે. મેચના અંતે રાહુલનો સ્કોર 67 બોલમાં 152 રન હતો.
આ પણ વાંચો ------------------- જીત્યા છતાં Rajat Patidar કેમ ચિંતિત? ગુજરાત સામેની મેચ બાદ આપ્યું મોટું નિવેદન
Indian Premier League 2026 | Delhi Capitals' KL Rahul smashed 152 runs in 67 balls against Punjab Kings
Delhi Capitals 264- 2 after 20 overs in the first innings against Punjab Kings
(Source: ANI Picture Service) pic.twitter.com/KISWxL3R0B
— ANI (@ANI) April 25, 2026
DC Vs PBKS, પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલના ટોચ પર
અત્રે નોંધવું રહ્યું કે, દિલ્હી માટે રિકવરીનો માર્ગ પડકારજનક રહેશે, જેણે અગાઉની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાંસલ કરવા માટે, તેના મોટાભાગના ખેલાડીઓએ સાથે મળીને સારું પ્રદર્શન કરવું પડશે. દિલ્હી હાલમાં છ મેચમાં ત્રણ જીત અને ત્રણ હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ છ મેચમાં 11 પોઈન્ટ સાથે ટોચ પર છે. કોલકાતામાં મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી ત્યારે તેમનો એકમાત્ર પોઈન્ટ ગુમાવ્યો હતો.
બંને ટીમો માટે પ્લેઇંગ ઇલેવન
- દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસન્કા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર
- પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જોહ્ન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વિશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
આ પણ વાંચો ------------------- શું આજે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડશે Vaibhav Sooryavanshi ? 15 વર્ષના છોકરા પર સૌની નજર


