Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 Eliminator : RR vs SRH માટે આજની મેચ કરો યા મરો જેવી! જાણો આ મહત્વપૂર્ણ મેચમાં Toss કોણે જીત્યો

IPL 2026 Eliminator : IPL 2026 એલિમિનેટર મેચમાં મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટકરાશે. ટોપ-2માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા બાદ બંને ટીમો કરો યા મરો મેચમાં ટકરાશે. RR તેના યુવા સ્ટાર્સ અને જોફ્રા આર્ચર પર આધાર રાખશે, જ્યારે SRH ટ્રેવિસ હેડ, ક્લાસેન અને પેટ કમિન્સ પર આધાર રાખશે. આ ટીમો પાસેથી એક ઉચ્ચ સ્કોરિંગ મેચની અપેક્ષા છે.
ipl 2026 eliminator   rr vs srh માટે આજની મેચ કરો યા મરો જેવી  જાણો આ મહત્વપૂર્ણ મેચમાં toss કોણે જીત્યો
Advertisement

IPL 2026 Eliminator : IPL 2026 હવે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં એક હાર આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી શકે છે. બુધવારે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Maharaja Yadavindra Singh International Cricket Stadium) ખાતે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે હાઈ વોલ્ટેજ એલિમિનેટર (Eliminator) મેચ રમાઈ રહી છે. આ મુકાબલો બંને ટીમો માટે “કરો યા મરો” જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. મેચમાં SRH એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટોપ-2 ચૂકી ગયા બાદ હવે સીધી ટક્કર

બંને ટીમો લીગ સ્ટેજમાં ટોપ-2માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી, જેના કારણે હવે તેમને એલિમિનેટરનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે. આ મેચનો વિજેતા 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ક્વોલિફાયર-2 (Qualifier 2) રમશે, જ્યારે હારનાર ટીમનું IPL 2026 અભિયાન અહીં પૂર્ણ થઈ જશે. જોકે, થોડા દિવસો પહેલા સુધી રાજસ્થાન રોયલ્સ દબાણમાં દેખાઈ રહી હતી. ટીમે સતત 3 હારનો સામનો કર્યો હતો અને કેપ્ટન રિયાન પરાગ (Riyan Parag) એ પણ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે આવી રમત સાથે ટીમ ટોપ-4માં રહેવાની લાયક નથી. જોકે, ત્યારબાદ રાજસ્થાને જોરદાર કમબેક કર્યું અને સતત 2 જીત સાથે પ્લેઓફ (Playoffs)માં સ્થાન પાકું કર્યું. પરંતુ આંકડાઓ હજુ પણ રાજસ્થાનના પક્ષમાં નથી. છેલ્લા 15 વર્ષમાં માત્ર એક જ ટીમ એલિમિનેટર રમીને IPL ટ્રોફી જીતવામાં સફળ રહી છે અને તે ટીમ હતી સનરાઇઝર્સ હૈદરાબાદ.

Advertisement

SRH ફરી ઈતિહાસ દોહરાવવાની તૈયારીમાં

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝન ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. ક્યારેક ટીમે વિસ્ફોટક પ્રદર્શન કર્યું તો ક્યારેક સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ખાસ કરીને ગુજરાત સામે માત્ર 86 રનમાં ઓલઆઉટ થવાની ઘટના ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ હતી. તે હારના કારણે ટીમનો નેટ રન રેટ (Net Run Rate) પણ ખરાબ થયો અને ટોપ-2માં પહોંચવાની તક ગુમાવી. હવે SRH ફરી એકવાર એલિમિનેટરથી ટ્રોફી સુધીની સફર દોહરાવવાનો પ્રયાસ કરશે. ટ્રેવિસ હેડ (Travis Head), હેનરિચ ક્લાસેન (Heinrich Klaasen), અભિષેક શર્મા (Abhishek Sharma) અને કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) પર ટીમની આશા ટકી છે.

Advertisement

મુલ્લાનપુરની પીચ બેટ્સમેનો માટે છે ખાસ

મુલ્લાનપુરની પીચ (Pitch) આ સિઝનમાં બેટ્સમેનો માટે ખૂબ અનુકૂળ રહી છે. અહીં રમાયેલી 8 ઇનિંગ્સમાંથી 6 વખત ટીમોએ 200થી વધુ રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 214 રહ્યો છે, જ્યારે પંજાબ કિંગ્સ (Punjab Kings) અહીં 250થી વધુનો સ્કોર પણ નોંધાવી ચૂકી છે. પાવરપ્લે (Powerplay) દરમિયાન બેટ્સમેનો આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે, જોકે ત્યારબાદ રન રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. રસપ્રદ બાબત એ છે કે અહીં સ્પિનરો (Spinners) ફાસ્ટ બોલરો કરતાં વધુ અસરકારક સાબિત થયા છે. સ્પિનરોનો ઇકોનોમી રેટ (Economy Rate) 9.29 રહ્યો છે, જ્યારે ફાસ્ટ બોલરો 11.06ની ઇકોનોમીથી રન આપતા જોવા મળ્યા છે.

હેડ-ટુ-હેડમાં SRHનું પ્રભુત્વ

હેડ-ટુ-હેડ (Head-to-Head) આંકડાઓ પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળે છે. બંને ટીમો અત્યાર સુધીમાં 23 વખત સામસામે આવી ચૂકી છે, જેમાં SRH એ 14 મેચ જીતી છે જ્યારે રાજસ્થાનને માત્ર 9 જીત મળી છે. ખાસ વાત એ છે કે 2022 પછીથી SRH સતત રાજસ્થાન સામે જીત નોંધાવી રહી છે અને છેલ્લી 6 મેચોમાં RR ને હરાવ્યું છે. હવે જોવાનું રહેશે કે રાજસ્થાન આ ખરાબ રેકોર્ડ તોડે છે કે હૈદરાબાદ ફરી એકવાર પોતાનું દબદબો જાળવી રાખે છે.

આ પણ વાંચો : IPL 2026 News: SRH vs RR વચ્ચે મહાજંગ, હૈદરાબાદ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક

Tags :
Advertisement

.

×