Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GTVsRCB : RCB 155 રને સમેટાઇ, GT ની બોલિંગ સામે ટીમનું સરેન્ડર

GTVsRCB વચ્ચે આજે અમદાવાદમાં ખેલાઇ રહ્યો છે જંગ, IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે આ બીજી મેચ રમાઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી મેચમાં 5 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી. IPLમાં GT અને RCB એ કુલ 7 મેચ રમી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચ જીતી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે.
gtvsrcb   rcb 155 રને સમેટાઇ  gt ની બોલિંગ સામે ટીમનું સરેન્ડર
Advertisement
  • GTVsRCB વચ્ચે આજે અમદાવાદમાં ખેલાઇ રહ્યો છે જંગ
  • ગુજરાતની ટીમના બોલિંગ સામે બેંગ્લોના બેસ્ટમેનોનું સેન્ડર
  • અંતિમ ઓવરો સુધીમાં તો મોટાભાગના દિગ્ગજો પરત ફરી ચૂક્યા હતા

GTVsRCB : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19મી સીઝનની 42મી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  આ મેચમાં બેંગલુરૂની ટીમે ગુજરાતની ટીમના બોલરો સામે સરેન્ડર કરી દીધું હતું. 19.2 ઓવરમાં ગુજરાતની ટીમ 155 રન બનાવીને ઓલઆઉટ થઇ છે. અને ગુજરાતની ટીમને જીતવા માટે 156 રનોનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. આ મેચ માટે કોઈપણ ટીમે તેમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

GTVsRCB, RCB નું પલડું ભારી

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી જીટી ટીમનું IPLની આ સિઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, જેમાં તેણે 8 માંથી ચાર મેચ જીતી છે, જ્યારે ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો આપણે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જેમાં તેઓએ 8 માંથી 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચ હારી છે.

Advertisement

આ પણ વાંચો - Pakistan ફરી હાસ્યાસ્પદ બન્યું, Vaibhav Sooryavanshi વિશે બોલીને ફસાયું

Advertisement

GTVsRCB, છેલ્લી મેચ 5 વિકેટથી જીતી હતી

IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે આ બીજી મેચ રમાઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી મેચમાં 5 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી. IPLમાં બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, GT અને RCB એ કુલ 7 મેચ રમી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચ જીતી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે.

બંને ટીમો માટે પ્લેઇંગ ઇલેવન

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે - વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.
  • ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), જેસન હોલ્ડર, શાહરુખ ખાન, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

આ પણ વાંચો - રાજસ્થાન રોયલ્સના કેપ્ટન Riyan Parag પર BCCI ની કડક કાર્યવાહી; ડ્રેસિંગ રૂમમાં નિયમો તોડતા ફટકારાયો દંડ

Tags :
Advertisement

.

×