Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RSCVsGT : GT ની જીત, 15 મી ઓવરે મેચ આટોપાઇ ગઇ

RSCVsGT વચ્ચે અમદાવાદમાં મેચ રમાઇ હતી, અત્યાર સુધીમાં IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે આ બીજી મેચ રમાઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી મેચમાં 5 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી.બંનેના હેડ-ટુ-હેડમાં GT અને RCB કુલ 7 મેચ રમ્યા છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચ જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે.
rscvsgt   gt ની જીત  15 મી ઓવરે મેચ આટોપાઇ ગઇ
Advertisement
  • RSCVsGT વચ્ચે અમદાવાદમાં મેચ રમાઇ હતી
  • પહેલા ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગની પસંદગી કરી
  • ગુજરાતની ટીમ 19 મી ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી

RSCVsGT : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 42 મી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedbaad - Cricket Stadium) ખાતે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાતની ટીમે 15.5 ઓવરમાં 6 વિકેટો ગુમાવતા મેચ જીતી લીધી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB 19.2 ઓવરમાં 155 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આરસીબી માટે, દેવદત્ત પડિકલે સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી, આ ઉપરાંત, વિરાટ કોહલીના બેટમાંથી 28 રનની ઇનિંગ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સના બોલિંગ પ્રદર્શનમાં 28 વર્ષીય અરશદ ખાને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે જેસન હોલ્ડર અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - રાજસ્થાન રોયલ્સના કેપ્ટન Riyan Parag પર BCCI ની કડક કાર્યવાહી; ડ્રેસિંગ રૂમમાં નિયમો તોડતા ફટકારાયો દંડ

Advertisement

RSCVsGT, બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ

IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે આ બીજી મેચ રમાઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી મેચમાં 5 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી. IPLમાં બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, GT અને RCB કુલ 7 મેચ રમ્યા છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 મેચ જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે.

Advertisement

બંને ટીમોના પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), જેસન હોલ્ડર, શાહરુખ ખાન, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

આ પણ વાંચો - GTVsRCB : RCB 155 રને સમેટાઇ, GT ની બોલિંગ સામે ટીમનું સરેન્ડર

Tags :
Advertisement

.

×