Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

KKRVsLSG : લખનૌની ટીમનો પનો ટૂંકો પડ્યો, KKR જીત્યું

KKRVsLSG વચ્ચે આજે એકાનામાં જંગ ખેલાયો હતો, રિંકુ સિંહે એક છેડો પકડી રાખ્યો. તેણે 50 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ રિંકુનો IPLમાં સૌથી વધુ સ્કોર છે. લખનૌ માટે મોહસીન ખાને 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. એકંદરે આજની મેચ નિરસ રહી હોવાનું અનુમાન છે.
kkrvslsg   લખનૌની ટીમનો પનો ટૂંકો પડ્યો  kkr જીત્યું
Advertisement
  • KKRVsLSG વચ્ચે આજે એકાનામાં જંગ ખેલાયો હતો
  • કોલકાતાની ટીમની શરૂઆત ફિક્કી રહી હતી
  • લખનૌની વિકેટો વિખેરાઇ જતા મેચ નિરસ જેવી રહી

KKRVsLSG : IPL 2026 ના એકાના સ્ટેડિયમ ખાતે 38મા મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 156 રનના લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્નો પનો સહેજ ટૂંકો પડ્યો હતો. અંતિમ બોલમાં સિક્સ ફટકારતા મેચમાં ટાઇ પડી હતી. લખનૌની ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટો ગુમાવતા 155 રન બનાવ્યા છે. અને મેચમાં ટાઇ પડી હતી, જે બાદ મેચને સુપર ઓવરમાં લઇ જવામાં આવી હતી. સુપર ઓવરમાં કોલકાતાની ટીમે જીત મેળવી લીધી છે.

KKRVsLSG, કેપ્ટન સસ્તામાં પતી ગયો

અગાઉ, રિંકુ સિંહના અણનમ 83 રનના કારણે, કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, કોલકાતા મોહસીન ખાનની વિનાશક બોલિંગ સામે શરણાગતિ સ્વીકારી હતી. ટિમ સીફર્ટ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ અંગક્રિશ રઘુવંશી 9 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણે 15 બોલનો સામનો કરવા છતાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. રોવમેન પોવેલ માત્ર એક રન બનાવી શક્યો હતો. કેમેરોન ગ્રીને ટીમની ખરડાયેલી ઇનિંગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 21 બોલમાં 34 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ગ્રીને તેની ઇનિંગમાં ત્રણ સિક્સર ફટકારી હતી. અનુકુલ રોયને મોહસીન ખાન દ્વારા આઉટ કરવામાં આવ્યા. રમનદીપ સિંહ 11 બોલમાં 6 રન બનાવીને આઉટ થયા હતા.

Advertisement

આ પણ વાંચો - CSKVsGT : ગુજરાતની ટીમના શિરે જીત, સુદર્શને સપાટો બોલાવ્યો

Advertisement

KKRVsLSG,રિંકુ સિંઘે મેચ પકડી રાખી

જોકે, રિંકુ સિંહે એક છેડો પકડી રાખ્યો. તેણે 50 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ રિંકુનો IPLમાં સૌથી વધુ સ્કોર છે. લખનૌ માટે મોહસીન ખાને 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  • કોલકાતા નાઈટ રાઈડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સીફર્ટ (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી.
  • લખનૌ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બડોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન.

આ પણ વાંચો - KKRVsLSG : કોલકાતાની ટીમ માંડ માંડ 155 સ્કોર સુધી પહોંચી, રિંકુ સિંઘે લાજ રાખી

Tags :
Advertisement

.

×