Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

KKRVsLSG : કોલકાતાની ટીમ માંડ માંડ 155 સ્કોર સુધી પહોંચી, રિંકુ સિંઘે લાજ રાખી

KKRVsLSG વચ્ચે એકાના સ્ટેડિયમમાં જંગ જામ્યો છે, ટોસ જીત્યા બાદ, કેપ્ટન પંતે કહ્યું, "અમે પહેલા બોલિંગ કરીશું. પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત એક જ ફેરફાર છે. લિન્ડેએ સિદ્ધાર્થનું સ્થાન લીધું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. અમારે રસ્તો શોધવો પડશે, અને અમે તેની ખૂબ નજીક છીએ. અમે જાણીએ છીએ કે, અમે આ સિઝનનો માર્ગ અહીંથી બદલી શકીએ છીએ."
kkrvslsg   કોલકાતાની ટીમ માંડ માંડ 155 સ્કોર સુધી પહોંચી  રિંકુ સિંઘે લાજ રાખી
Advertisement
  • KKRVsLSG વચ્ચે એકાના સ્ટેડિયમમાં જંગ જામ્યો
  • કોલકાતાની ટીમના ભાગે પહેલા બેટિંગ આવી
  • શરૂઆત ઠંડી રહી, પરંતુ રિંકુ સિંઘે મોટો ટેકો કરી આપ્યો

KKRVsLSG : આજરોજ આઇપીએલની એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી કોલકાતાની ટીમના ભાગે પહેલી બેટિંગ આવી હતી. કોલકાતાની ટીમની શરૂઆત ઠંડી રહી હતી. માત્ર રિંકુ સિંઘs 51 બોલમાં 83 રન કર્યા હતા. ટીમે 7 વિકેટો ગુમાવતા 155 રનના સ્કોર સુધી માંડ માંડ પહોંચી છે. અને લખનૌને જીત માટે 158 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, લખનૌએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો. જ્યોર્જ લિન્ડેએ એમ. સિદ્ધાર્થનું સ્થાન લીધું. કોલકાતાએ કોઈ ફેરફાર કર્યો નહીં.

KKRVsLSG, અમે તેની ખૂબ નજીક છીએ

ટોસ જીત્યા બાદ, કેપ્ટન પંતે કહ્યું, "અમે પહેલા બોલિંગ કરીશું. પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત એક જ ફેરફાર છે. લિન્ડેએ સિદ્ધાર્થનું સ્થાન લીધું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. અમારે રસ્તો શોધવો પડશે, અને અમે તેની ખૂબ નજીક છીએ. અમે જાણીએ છીએ કે, અમે આ સિઝનનો માર્ગ અહીંથી બદલી શકીએ છીએ, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે."

Advertisement

આ પણ વાંચો - CSKVsGT : ચેન્નાઇના ધૂરંધરો 158 રને અટક્યા, માત્ર ગાયકવાડનું જ બેટ ચાલ્યું !

Advertisement

KKRVsLSG, બેટિંગ યુનિટને તે સ્વતંત્રતા આપવી મહત્વપૂર્ણ

ટોસ હાર્યા બાદ, કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું, "અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. આ સમયે, એ જોવું મહત્વપૂર્ણ છે કે, અમે એક ટીમ તરીકે કેવી રીતે રમી રહ્યા છીએ. બેટિંગ યુનિટને તે સ્વતંત્રતા આપવી મહત્વપૂર્ણ છે. આપણે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે એક જ ટીમને મેદાનમાં ઉતારી રહ્યા છીએ. તે જીત શાનદાર હતી. તે હંમેશા સુધારા વિશે હોય છે. અમારી પાસે કેટલાક સારા પ્રેક્ટિસ સત્રો થયા છે, અને હવે અમે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ."

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન

  • કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન: અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સીફર્ટ (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી.
  • લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બડોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન.

આ પણ વાંચો - CSKVsGT : ગુજરાતની ટીમના શિરે જીત, સુદર્શને સપાટો બોલાવ્યો

Tags :
Advertisement

.

×