Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rinku Singh ની મંગેતરે સ્વર્ગીય સસરાની યાદમાં ખાસ વીડિયો બનાવ્યો, જાણો શું કહ્યું

Rinku Singh એ ગઇ કાલની મેચમાં જામો પાડી દીધો છે, રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજની (Priya Saroj - MP) ભાવનાત્મક પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Social Media - Viral Video) થઈ રહી છે. કોલકાતાની પ્રભાવશાળી જીતને પ્રતિબિંબિત કરતા, પ્રિયાએ કહ્યું કે, તેણીએ રિંકુની મેચ-વિનિંગ ઇનિંગ્સ તેના સ્વર્ગસ્થ સસુરજીને સમર્પિત કરી છે. પ્રિયા સરોજની ભાવનાત્મક પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
rinku singh ની મંગેતરે સ્વર્ગીય સસરાની યાદમાં ખાસ વીડિયો બનાવ્યો  જાણો શું કહ્યું
Advertisement
  • Rinku Singh એ ગઇ કાલની મેચમાં જામો પાડી દીધો
  • ઉંચા રનસ્કોર જોડે ટીમને સપોર્ટ કરવાની સાથે જીત પણ અપાવી
  • આ હાઇવોલ્ટેજ મેચમાં રિંકુ સિંઘની મંગેતરનો વીડિયો વાયરલ થયો

Rinku Singh : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની (IPL 2026) 38મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી (KKRVsLSG), જેમાં KKR એ સુપર ઓવરમાં જીત મેળવી હતી (KKR Won In Super Over). psvr મેદાન પર વિજયની ઉજવણી કરવામાં આવી હતી, સાથો સાથ ચાહકોના સ્ટેન્ડ્સમાં ભાવનાત્મક ક્ષણો પણ જોવા મળી હતી.

Rinku Singh, સફળતા અર્પણ કરી

હકીકતમાં, રિંકુ સિંહની મંગેતર પ્રિયા સરોજની (Priya Saroj - MP) ભાવનાત્મક પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Social Media - Viral Video) થઈ રહી છે. કોલકાતાની પ્રભાવશાળી જીતને પ્રતિબિંબિત કરતા, પ્રિયા સરોજે કહ્યું કે, તેણીએ રિંકુની મેચ-વિનિંગ ઇનિંગ્સ તેના સ્વર્ગસ્થ સસુરજીને સમર્પિત કરી છે. પ્રિયા સરોજની ભાવનાત્મક પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Run Out Controversy : Angkrish Raghuvanshi ને ખોટી રીતે બહાર કઢાયાનો દાવો

Rinku Singh, અમે તેમને ખુબ યાદ કરી રહ્યા છીએ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રભાવશાળી જીત વિશે બોલતા, રિંકુ સિંહની મંગેતર, પ્રિયા સરોજે કહ્યું કે, "અમે ખૂબ ખુશ છીએ. આજે તે જે રીતે રમ્યો તે અમારા સસુરજી માટે છે. આજે અમે તેને ખૂબ જ યાદ કરી રહ્યા છીએ, અને આ તેમના માટે છે."

મેચમાં ટાઇ પડી હતી

મેચ વિશે વાત કરીએ તો, LSG એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જવાબમાં, KKR એ પણ 20 ઓવરમાં 155 રન બનાવ્યા, અને મેચમાં ટાઇ થઈ ગઈ હતી. ત્યારબાદ, સુપર ઓવરમાં, LSG એ બે વિકેટ ગુમાવી અને ફક્ત 1 રન બનાવી શક્યું હતું. આ પછી, KKR વતી રિંકુ સિંહે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી.

ભારે ફટકાબાજી કરી હતી

આ મેચમાં રિંકુ સિંહના પ્રદર્શનની વાત કરીએ તો, કોલકાતાની જીતમાં રિંકુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલા, તેણે બેટથી ટીમ માટે 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન, તેણે એક ઓવરમાં ચાર છગ્ગા પણ ફટકાર્યા. મેચ દરમિયાન, રિંકુ સિંહે ચાર શાનદાર કેચ પણ લીધા હતા.

આ પણ વાંચો - સુપર ઓવરમાં લખનૌની હાર: Rishabh Pant એ ખોલી ટીમની પોલ, જાણો ક્યાં થઈ ભૂલ?

Tags :
Advertisement

.

×