Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LSGVsPBKS : લખનૌનો સ્કોર 196 પહોંચ્યો, જોશ ઇંગ્લિસે મચાવ્યો તરખાટ

LSGVsPBKS વચ્ચે આજે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, પંજાબ કિંગ્સ માટે આ મેચ કરો યા મરો જેવી છે, પરંતુ લખનૌ પાસે ગુમાવવા માટે કંઈ નથી. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ આ મેચ જીતી જાય છે, તો તેમના 15 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં પહોંચવાની તક હશે, પરંતુ આ માટે મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચના પરિણામ પર આધાર રાખવો પડશે.
lsgvspbks   લખનૌનો સ્કોર 196 પહોંચ્યો  જોશ ઇંગ્લિસે મચાવ્યો તરખાટ
Advertisement

LSGVsPBKS : IPL 2026 ની 68મી મેચમાં, પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો (Lucknow Super Giants) સામનો કરી રહી છે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીત્યો છે અને તેમના કેપ્ટન શ્રેયસ ઐયરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌની ટીમે 20 ઓવરમાં 06 વિકેટો ગુમાવીને 196 ન બનાવ્યા છે. આ મેચમાં લખનૌ તરફે એકમાત્ર જોશ ઇંગ્લિસનું જ બેટ ચાલ્યું હતું, અને તેણે 72 રનસ્કોર કરીને ટીમને મજબૂત ટેકો કરી આપ્યો હતો. લખનૌની ટીમે પંજાબ સમક્ષ જીતવા માટે 197 રનનું લક્ષ્ય મુક્યું છે. અત્રે નોંધનીય છે કે, આ મેચ માટે લખનૌની ટીમે તેની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. આ મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. પંજાબની પ્લેઇંગ ઇલેવનમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે.

LSGVsPBKS, પ્લેઓફમાં પહોંચવાની તક

પંજાબ કિંગ્સ માટે આ મેચ કરો યા મરો જેવી છે, પરંતુ લખનૌ પાસે ગુમાવવા માટે કંઈ નથી. તેઓ આ મેચ જીતીને ટુર્નામેન્ટનો અંત કરવા માંગશે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ આ મેચ જીતી જાય છે, તો તેમના 15 પોઈન્ટ થશે અને તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની તક હશે, પરંતુ આ માટે તેમને મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચના પરિણામ પર આધાર રાખવો પડશે.

Advertisement

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  • પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંઘ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જાનસેન, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
  • લખનૌ સુપર જાયન્ટ્સ: જોશ ઇંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન

આ પણ વાંચો - Virat Kohli ને પ્રપોઝ કરનાર ઇંગ્લેન્ડની આ લેસ્બિયન ક્રિકેટર બની ગઈ માતા, જૂઓ દીકરીની સુંદર તસવીર

Advertisement

Tags :
Advertisement

.

×