Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MI vs LSG: પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી મુંબઈના બોલરોને ધોયા, વાનખેડેમાં રનનો ખડકલો!

આઈપીએલ 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 228 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી તરખાટ મચાવ્યો હતો, તેણે 300 ના સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા હતા. પાવર પ્લેમાં લખનઉએ 90 રન બનાવી મજબૂત શરૂઆત કરી હતી. હવે મુંબઈને જીતવા માટે વાનખેડેમાં 229 રનનો પહાડ જેવો લક્ષ્યાંક પાર કરવો પડશે.
mi vs lsg  પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી મુંબઈના બોલરોને ધોયા  વાનખેડેમાં રનનો ખડકલો
Advertisement
  • IPL 2026: વાનખેડેમાં રનનો વરસાદ, મુંબઈને 229 નો લક્ષ્યાંક!
  • નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી
  • પાવર પ્લેમાં લખનઉનો કહેર, 6 ઓવરમાં ખડક્યા 90 રન
  • 300 ના સ્ટ્રાઈક રેટ સાથે પૂરને મુંબઈના બોલરોને ધોયા
  • હાઈ-વોલ્ટેજ જંગમાં LSG એ બનાવ્યા 228 રન

આઈપીએલ 2026 (IPL 2026) ની 47મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રનનો વરસાદ જોવા મળ્યો છે. ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સના બેટર્સે આ નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નથી. લખનઉની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.

Advertisement

પાવર પ્લેમાં મચાવ્યો તરખાટ

લખનઉ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) શરૂઆત વિસ્ફોટક રહી હતી. ઓપનિંગમાં આવેલા મિચેલ માર્શ અને જોશ ઈંગ્લિસે પ્રથમ વિકેટ માટે ઝડપી 29 રન જોડ્યા હતા. ઈંગ્લિસ આઉટ થયા બાદ મેદાનમાં આવેલા નિકોલસ પૂરને (Nicholas Pooran) વાનખેડેમાં સિક્સરોની હેલી કરી હતી. લખનઉએ પાવર પ્લે (Powerplay) માં જ 1 વિકેટના નુકસાન પર 90 રન બનાવી લીધા હતા, જે આ સીઝનનો વન ઓફ ધ બેસ્ટ સ્કોર છે.

Advertisement

પૂરનની તોફાની ફિફ્ટી અને બોલિંગમાં વાપસી

નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી મુંબઈના બોલરોને બેકફૂટ પર લાવી દીધા હતા. તેણે 21 બોલમાં 300 ના સ્ટ્રાઈક રેટથી 63 રન ફટકાર્યા, જેમાં 8 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. મિચેલ માર્શે પણ 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, મધ્ય ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) વિકેટો ઝડપીને રન ગતિ પર થોડો અંકુશ મેળવ્યો હતો, છતાં લખનઉ 228 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. હવે મુંબઈ સામે જીતવા માટે 229 રનનો મુશ્કેલ ટાર્ગેટ છે.

આ પણ વાંચો : IPL માં 200 + વિકેટો લેનારા આ ખેલાડીઓના નામ ઇતિહાસમાં દર્જ

Tags :
Advertisement

.

×