LSG VS MI : મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર વાપસી, રોહિત શર્માના તોફાન સામે લખનઉ સુપર જાયન્ટ્સ પરાસ્ત
- IPL 2026: વાનખેડેમાં મુંબઈનો વિજયી હુમકાર!
- લખનઉ સામે 229 રનનો પહાડ જેવો લક્ષ્યાંક ચેઝ કર્યો
- રોહિત શર્માના તોફાની ફિફ્ટીથી મુંબઈ ઈન્ડિયન્સની જીત
- સતત ચાર હાર બાદ મુંબઈની શાનદાર વાપસી
- વાનખેડેમાં રનનો વરસાદ, લખનઉના બોલરો લાચાર
આઈપીએલ 2026 (IPL 2026) માં સતત ચાર હારનો સામનો કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં વિજયી વાપસી કરી છે. 'કરો યા મરો' સમાન આ હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈએ લખનઉ સુપર જાયન્ટ્સને (Lucknow Super Giants) હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મેદાનમાં ઉતરેલી મુંબઈની ટીમે 229 રનનો વિશાળ લક્ષ્યાંક 8 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો.
Our 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐫𝐮𝐧-𝐜𝐡𝐚𝐬𝐞 in #TATAIPL history (again)! 🙌💙 pic.twitter.com/QUvXffpnbc
— Mumbai Indians (@mipaltan) May 4, 2026
રોહિત શર્માનું શાનદાર કમબેક
મુંબઈની આ જીતનો હીરો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) રહ્યો હતો. તેણે મેદાનની ચારેબાજુ આક્રમક શોટ્સ ફટકારીને જોરદાર અડધી સદી ફટકારી હતી. રોહિત અને રાયન રિકલ્ટન વચ્ચે થયેલી શાનદાર સદીની ભાગીદારીએ મુંબઈ માટે જીતનો પાયો નાખ્યો હતો. સતત નિષ્ફળતા બાદ રોહિતના બેટમાંથી નીકળેલા રન મુંબઈના ચાહકો માટે દિવાળી જેવો માહોલ લાવ્યા હતા.
બોલરોની કસોટી અને વાનખેડેનો ડ્રામા
વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ફરી એકવાર બેટર્સ માટે સ્વર્ગ સાબિત થયું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 10 ઓવરમાં જ 141 રન ખડકી દીધા હતા. નિકોલસ પૂરને માત્ર 17 બોલમાં 8 છગ્ગા સાથે ફિફ્ટી ફટકારી મુંબઈના બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. જોકે, છેલ્લી 10 ઓવરમાં મુંબઈના બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો. કોર્બિન બોશે (Corbin Bosch) મહત્વની 2 વિકેટ ઝડપીને લખનઉને 250 સુધી પહોંચતા અટકાવ્યું હતું, જે અંતમાં મુંબઈ માટે ફાયદાકારક રહ્યું હતું.
આ પણ વાંચો : MI vs LSG: પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી મુંબઈના બોલરોને ધોયા, વાનખેડેમાં રનનો ખડકલો!


