Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MI WON AGAINST GT : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું, તિલક અને અશ્વિની મેચના હીરો

અમદાવાદમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે બાજી મારી છે. તિલક વર્માની 45 બોલમાં 101 રનની અણનમ ઇનિંગને પ્રતાપે મુંબઈએ ૧૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી અને સમગ્ર ટીમ 100 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈએ 99 રને જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે.
mi won against gt   મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું  તિલક અને અશ્વિની મેચના હીરો
Advertisement
  • આજનો મેચ કોણ જીત્યું? મુંબઈએ ગુજરાતને 99 રને હરાવ્યું
  • Tilak Varma માત્ર 45 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા
  • Gujarat Titans માત્ર 100 રનમાં થઈ ગઈ ઓલઆઉટ
  • મુંબઈના બોલર અશ્વિનીએ 4 મહત્વની વિકેટો ઝડપી મચાવ્યો તરખાટ
  • બુમરાહે પહેલા જ બોલ પર વિકેટ ઝડપી ગુજરાતને આપ્યો મોટો ઝટકો

MI WON AGAINST GT : આઈપીએલ 2026 માં આજે રમાયેલા હાઈ-વોલ્ટેજ જંગમાં કોણ જીત્યું (Aaj Ka Match Kon Jeeta) તેની આતુરતાનો અંત આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે (MI) ગુજરાત ટાઇટન્સને (GT) તેમના જ હોમ ગ્રાઉન્ડ પર 99 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે તિલક વર્માની તોફાની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતની ટીમ માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement

તિલક વર્માની સદી અને મુંબઈની બેટિંગ

મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક (Quinton de Kock) 13 રને અને દાનિશ મલેવાર માત્ર 2 રને આઉટ થયા હતા. જોકે, નમન ધીરે 32 બોલમાં 45 રન ફટકારી બાજી સંભાળી હતી. મધ્યમ ક્રમમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) 15 રને આઉટ થયા બાદ તિલક વર્માએ મેદાન ગજવ્યું હતું. તિલકે માત્ર 45 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 101 રન ફટકારી સ્કોર 199 સુધી પહોંચાડ્યો હતો. ગુજરાત તરફથી કગિસો રબાડાએ (Kagiso Rabada) સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

Advertisement

ગુજરાતનો ધબડકો અને અશ્વિનીની ઘાતક બોલિંગ

200 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) શરૂઆત શરમજનક રહી હતી. બુમરાહે (Jasprit Bumrah) પહેલા જ બોલ પર સુધાર્સનને આઉટ કર્યો હતો. કેપ્ટન શુભમન ગીલ (Shubman Gill) 14 રન અને જોસ બટલર 5 રને આઉટ થતા ગુજરાતની હાર નિશ્ચિત બની હતી. વોશિંગ્ટન સુંદરે 26 રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈના બોલર અશ્વિનીએ 4 વિકેટ ઝડપીને ગુજરાતની કમર તોડી નાખી હતી. અંતે ગુજરાતની ટીમ 15.5 ઓવરમાં 100 રને સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો : Tilak Varma Century : 45 બોલમાં 101 રન ફટકારી અમદાવાદમાં મચાવી તબાહી, તોડ્યા દિગ્ગજોના રેકોર્ડ

Tags :
Advertisement

.

×