MIVsCSK : CSK ની જીત, ગાયકવાડના બેટએ રન વરસાવ્યા
- MIVsCSK વચ્ચે આજે ચેપોકમાં ખેલાયો જંગ
- પહેલા ટોસ જીતીની મુંબઇની ટીમે બેટિંગ પસંદ કરી હતી
- મુંબઇની ટીમના દિગ્ગજો સસ્તામાં આઉટ થઇને પેવેલિયન પહોંચ્યા
MIVsCSK : મુંબઈ ઇન્ડિયન્સ (MI) દ્વારા જીત માટે આપવામાં આવેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈએ (CSK) 19.2 ઓવરમાં મેચ રીજી લીધી છે. ગાયકવાડના બેટથી આજે ટીમને મોટો ફાયદો થયો હતો, તેણે 48 બોલમાં 67 રન બનાવ્યા હતા. અગાઉ, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. આજની મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા, નમન ધીર MI તરફથી સૌથી વધુ સ્કોરર રહ્યા, તેમણે 37 બોલમાં 57 રન બનાવ્યા. તેમના સિવાય, ઇનિંગ્સની શરૂઆત કરનાર રાયન રિકેલ્ટને 24 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું. ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સૂર્યકુમાર યાદવ હતા, જેમણે 12 બોલમાં 21 રન બનાવ્યા હતા. આજની મેચમાં CSK તરફથી અંશુલ કંબોજે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તેમના સિવાય નૂર અહેમદે બે વિકેટ લીધી, જ્યારે રામકૃષ્ણ ઘોષ અને જેમી ઓવરટને એક-એક વિકેટ લીધી હતા.
MIVsCSK, બંને ટીમોની પોઇન્ટ ટેબલ પર સ્થિતિ
અત્રે નોંધનીય છે કે, બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, ટુર્નામેન્ટની 43 મેચો પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઠ મેચોમાં પાંચ હાર અને ત્રણ જીત બાદ છ પોઈન્ટ (-0.121) સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બીજી તરફ, મુંબઈ નવ મેચમાંથી છ હાર અને બે જીત બાદ ચાર પોઈન્ટ (-0.784) સાથે નવમા સ્થાને છે.
આ પણ વાંચો - Women’s T20 World Cup માટે ટીમની પસંદગી, જાણો કોનું નસીબ ચમક્યું !
MIVsCSK, બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- MI : વિલ જેક્સ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંગ્સ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર.
- CSK : સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી.
બંને ટીમોની ઇમ્પેક્ટ સબ
- MI : રાજ બાવા, રઘુ શર્મા, મયંક રાવત, શાર્દુલ ઠાકુર અને અશ્વિની કુમાર.
- CSK : કાર્તિક શર્મા, અકેલ હુસૈન, સરફરાઝ ખાન, મેટ શોર્ટ અને ગુર્જપનીત સિંહ.
આ પણ વાંચો - IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'


