IPL 2026: 15 વર્ષના છોકરાએ કિંગ કોહલીને પછાડ્યો! Orange Cap ની રેસ થઈ તેજ
- IPL 2026 Orange Cap ની રેસમાં મોટો ઉલટફેર
- કિંગ કોહલીને પાછળ છોડી વૈભવ ચોથા નંબરે
- અભિષેક શર્મા ૩૨૩ રન સાથે યાદીમાં ટોપ પર
- ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન ગિલ હજુ પણ રેસમાં
- હૈદરાબાદના બેટ્સમેનોનું લીડરબોર્ડ પર વર્ચસ્વ
IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ભલે વૈભવ સૂર્યવંશી માત્ર 8 રન બનાવી આઉટ થયો હોય, પરંતુ ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસમાં તેણે મોટો ઉલટફેર કર્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા આ કિશોરે રન બનાવવાની બાબતમાં કિંગ વિરાટ કોહલીને પણ પાછળ ધકેલી દીધો છે. જોકે, આ યાદીમાં હજુ પણ સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેનોનું વર્ચસ્વ અકબંધ છે.
ઓરેન્જ કેપ રેસમાં કોણ છે આગળ?
હાલમાં Sunrisers Hyderabad નો ઓપનર અભિષેક શર્મા 323 રન સાથે પ્રથમ સ્થાને છે. તેણે 7 મેચમાં 215.33 ના અત્યંત આક્રમક સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. બીજા ક્રમે તેનો જ સાથી ખેલાડી હેનરિક ક્લાસેન 320 રન સાથે યથાવત છે. ત્રીજા સ્થાને Gujarat Titans નો કેપ્ટન શુભમન ગિલ છે, જેણે માત્ર 5 મેચમાં 265 રન ફટકાર્યા છે. ઇજાના કારણે તે એક મેચ રમી શક્યો ન હતો, તેમ છતાં તે ટોપ-3 માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
વૈભવ સૂર્યવંશીનો ચમત્કાર
માત્ર 15 વર્ષની ઉંમરે આઈપીએલમાં રમી રહેલો વૈભવ સૂર્યવંશી હવે 254 રન સાથે ઓરેન્જ કેપ (Orange Cap) ની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. વૈભવનો સ્ટ્રાઈક રેટ 220.87 રહ્યો છે, જે દર્શાવે છે કે તે નિર્ભયતાથી બેટિંગ કરી રહ્યો છે. તેની પાછળ પાંચમા સ્થાને વિરાટ કોહલી છે, જેણે 6 મેચમાં 247 રન બનાવ્યા છે. કિંગ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને એક 15 વર્ષનો યુવા પછાડે તે આ સીઝનનો સૌથી મોટો રોમાંચ છે.
આ પણ વાંચો : Abhishek Sharma ની બ્રોડકાસ્ટરને વિનંતી, કહ્યું, 'ફરી વખત મારા પિતાને.....!'


