Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL ની ટીમના આ 3 ખેલાડીઓ પર Yuvraj Singh ભડક્યા! ત્રણેયને ચપ્પલ મારવાની કહી વાત

IPL 2026 (Indian Premier League)માં Punjab Kings ફરી પ્લેઓફ (Playoffs)માંથી બહાર થઈ ગઈ છે. આ વચ્ચે Yuvraj Singh ની એક સોશિયલ મીડિયા કોમેન્ટ વાયરલ થઈ છે, જેમાં તેણે 3 ખેલાડીઓ પર મજાકીય અંદાજમાં ટિપ્પણી કરી હતી. પ્રિયાંશ આર્ય (Priyansh Arya), અર્શદીપ સિંહ (Arshdeep Singh) અને હરપ્રીત બ્રાર (Harpreet Brar)ના પ્રદર્શન પણ ચર્ચામાં આવ્યા છે.
ipl ની ટીમના આ 3 ખેલાડીઓ પર yuvraj singh ભડક્યા  ત્રણેયને ચપ્પલ મારવાની કહી વાત
Advertisement
  • Playoff માંથી PBKS બહાર થતા Yuvraj Singh ગુસ્સે
  • યુવરાજ સિંહે 3 ખેલાડીઓને ચપ્પલ વડે માથા પર મારવાનું કહ્યું
  • એક સોશિયલ મીડિયા પોસ્ટ પર યુવરાજ સિંહે આ કોમેન્ટ કરી

Yuvraj Singh : IPL 2026 (ઇન્ડિયન પ્રીમિયર લીગ – Indian Premier League) માં પ્લેઓફ લાઇનઅપ (Playoff Lineup) ફાઇનલ થઈ ગયું છે. આ વચ્ચે પંજાબ કિંગ્સ (Punjab Kings – PBKS) ફરી એકવાર ગ્રુપ સ્ટેજ (Group Stage)માંથી બહાર થઈ ગઈ છે. ટીમનું પ્રદર્શન સમગ્ર સીઝન દરમિયાન અપેક્ષા મુજબ રહ્યું નથી, જેના કારણે તેઓ પ્લેઓફ (Playoffs) સુધી પહોંચી શક્યા નથી. આ નિષ્ફળતા વચ્ચે 3 ખેલાડીઓ ખાસ ચર્ચામાં આવ્યા છે, જેમના પર પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી (Comment) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Yuvraj Singh ની વિવાદાસ્પદ કોમેન્ટ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હરપ્રીત બ્રાર (Harpreet Brar) દ્વારા એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં પ્રિયાંશ આર્ય (Priyansh Arya) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh) પણ જોવા મળતા હતા. આ પોસ્ટ પર હરપ્રીતે મજાકમાં પ્રિયાંશને “સ્લોગર” (Slogger) અને અર્શદીપને “બ્લોગર” (Blogger) તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ જ પોસ્ટ પર યુવરાજ સિંહે એવી ટિપ્પણી કરી કે, “તમને બધાને ચપ્પલથી મારવાનો સમય આવી ગયો છે.” આ કોમેન્ટ પછી ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચા તેજ થઈ ગઈ છે કે યુવરાજે આવી કોમેન્ટ કરવાની જરૂર શું પડી. યુવરાજની આ વાતને કેટલાક લોકોએ હાસ્યરૂપે લીધી છે, જ્યારે કેટલાક લોકોએ તેને ગંભીર રીતે પણ ચર્ચામાં લાવી છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓ પંજાબ કનેક્શન (Punjab Connection) ધરાવે છે.

Advertisement

Advertisement

પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓનું પ્રદર્શન - Yuvraj Singh

પ્લેઓફમાંથી બહાર થવાની સાથે આ ખેલાડીઓનું પ્રદર્શન પણ ચર્ચામાં આવ્યું છે. પ્રિયાંશ આર્યની જો વાત કરીએ તો તેણે IPL 2026 (IPL 2026 Season) માં 13 મેચ રમી અને 364 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ (Strike Rate) 211 થી વધુ રહ્યો, જે તેની બેટિંગને આક્રમક દર્શાવે છે. બીજા ખેલાડી અર્શદીપ સિંહ (Arshdeep Singh)એ 14 મેચમાં 14 વિકેટ લીધી છે. તેનો બોલિંગ સરેરાશ (Bowling Average) 38.64 રહ્યો છે અને ઇકોનોમી રેટ (Economy Rate) 10.20 રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે તેને સીઝનમાં કઠિન સમયમાંથી પસાર થવું પડ્યું. અને અંતિમ અને ત્રીજા ખેલાડી હરપ્રીત બ્રાર (Harpreet Brar) ને આ સીઝનમાં ફક્ત 2 મેચ રમવાની તક મળી, જેમાં તેણે 2 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IPL 2026 ના પ્લેઓફમાં કેપ માટે ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા, આ 7 બેટ્સમેન છે રેસમાં

Tags :
Advertisement

.

×