PKBSVsGT : ગુજરાતના શિરે જીત, સાંઇ સુદર્શનની ફટકાબાજી ફળી
- PKBSVsGT વચચ્ચે અમદાવાદમાં જંગ
- પહેલા પંજાબની ટીમે બેટિંગ કરી હતી
- ગુજરાતની ટીમે વિકેટો વિખેરતા મોટો રનસ્કોર અટક્યો હતો
PKBSVsGT : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 46મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, યજમાન ગુજરાત ટાઇટન્સની ટીમ ફોર્મમાં ચાલી રહેલા પંજાબ કિંગ્સનો સામનો કરી રહી હતી. આ મેચમાં ગુજરાતની ટીમે જીત મેળવી લીધી છે. છેલ્લી ઓવરમાં 6 વિકેટો ગુમાવતા 164 રનનું લક્ષ્ય મેળવી લેવામાં આવ્યું છે. આ મેચમાં સાંઇ સુદર્શને 41 બોલમાં 57 રન ફટકાર્યા હતા.
PKBSVsGT, સૂર્યાંશ શેડગેએ તોફાની ઇનિંગ રમી
પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી, તેણે પોતાની અડધી ટીમ 47 રનમાં ગુમાવી દીધી હતી. આમ છતાં, પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 163 રન બનાવવામાં સફળ રહી હતી. પંજાબ માટે સૂર્યાંશ શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન, માર્કસ સ્ટોઇનિસે 40 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને 2-2 સફળતા મળી હતી.
આ પણ વાંચો - RR ના નવા બોસ! Lakshmi Mittal અને Adar Poonawalla એ ખરીદી રાજસ્થાન રોયલ્સ, કિંમત જાણીને ચોંકી જશો
PKBSVsGT, બંને ટીમોની સ્થિતિ
ગુજરાત ટાઇટન્સ ટીમમાં આજે એક ફેરફાર થયો છે. નિશાંત સિંધુ આજે ડેબ્યૂ કરી રહ્યો છે. દરમિયાન, મુલાકાતી ટીમ પંજાબ કિંગ્સમાં બે ફેરફાર થયા છે. વિજયકુમાર વૈશાખ અને ઝેવિયર બાર્ટલેટ બોલિંગમાં ઉતર્યા છે. પંજાબ કિંગ્સ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબના 8 મેચમાં 13 પોઈન્ટ છે. ટીમને અત્યાર સુધી ફક્ત એક જ હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, 9 મેચમાં 10 પોઈન્ટ સાથે, તે ટેબલમાં 5મા સ્થાને છે. ગુજરાતની ટીમ અત્યાર સુધીમાં 4 મેચ હારી ગઈ છે. જોકે, આજનો દિવસ ટીમ માટે જીતની હેટ્રિક નોંધાવવાની એક શાનદાર તક હશે.
આ પણ વાંચો - SRHVsKKR : KKR ની જીત, અંગક્રિશ રઘુવંશીનું નોંધનીય પ્રદર્શન


