PKBSVsGT : માંડ માંડ પંજાબ કિંગ્સ 163 ના સ્કોર સુધી પહોંચી
- PKBSVsGT વચ્ચે અમદાવાદના મેદાનમાં જંગ
- ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી
- પંજાબ કિંગ્સની ટીમ અત્યારક સુધી પોઇન્ટ ટેબલ પર ટોચમાં
PKBSVsGT : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 46મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, યજમાન ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમ ફોર્મમાં ચાલી રહેલા પંજાબ કિંગ્સનો (Punjab Kings) સામનો કરી રહી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમની શરૂઆત વિકેટો ગુમાવવાની સાથે થઇ હતી. ટીમ માંડ માંડ 163 રન સ્કોર સુધી પહોંચી શકી હતી. પંજાબની ટીમને સુર્યાંશ સેજની બેટિંગનો ફાયદો મળ્યો હતો. તેણે 29 બોલમાં 57 રન ફટકાર્યા છે. નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સની ટીમમાં એક ફેરફાર થયો છે. નિશાંત સિંધુ આજે પોતાનું ડેબ્યુ કરી રહ્યો છે. દરમિયાન, મુલાકાતી ટીમ પંજાબ કિંગ્સે બે ફેરફાર કર્યા છે. વિજયકુમાર વૈશાખ અને ઝેવિયર બાર્ટલેટ બોલિંગ આક્રમણમાં આવ્યા છે.
PKBSVsGT, બંને ટીમોના પ્રદર્શનનું સરવૈયું
પંજાબ કિંગ્સ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબના આઠ મેચમાં 13 પોઈન્ટ છે, જેમાં અત્યાર સુધી ફક્ત એક જ હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, 9 મેચમાં 10 પોઈન્ટ સાથે, તે ટેબલમાં 5મા સ્થાને છે. ગુજરાતની ટીમ અત્યાર સુધીમાં 4 મેચ હારી ગઈ છે. જો કે, આજનો દિવસ ટીમ માટે જીતની હેટ્રિક હાંસલ કરવાની શ્રેષ્ઠ તક હશે.
આ પણ વાંચો - IPL 2026: CSK ના ₹14 કરોડના ખેલાડીનો મેદાન પર જલવો, જીત બાદ કર્યું 'ગન સેલિબ્રેશન'
PKBSVsGT, બંને ટીમો માટે પ્લેઈંગ ઈલેવન
- ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
- પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, સૂર્યાંશ શેડગે, નેહલ વાધેરા, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
બંને ટીમોના ઇમ્પેક્ટ સબ
- GT : રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્રા અને કુલવંત ખેજરોલિયા.
- PBKS : હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાક, મુશીર ખાન અને મિચ ઓવેન.
આ પણ વાંચો - RR ના નવા બોસ! Lakshmi Mittal અને Adar Poonawalla એ ખરીદી રાજસ્થાન રોયલ્સ, કિંમત જાણીને ચોંકી જશો


