RRVsDC : છેલ્લી ઓવર સુધી રસાકસીના અંતે દિલ્હીની જીત
- RRVsDC વચ્ચે દિલ્હીના મેદાનમાં ખેલાયો જંગ
- દિલ્હીની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી
- રાજસ્થાનની ટીમે વિકેટો ગુમાવવા છતાં સારા રન બનાવ્યા
RRVsDC : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19મી સીઝનની 62મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે (Delhi Stadium). આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરમાં 193 રનનો સ્કોર હાંસલ કરવામાં સફળ રહી હતી. જેનો સામનો કરતા દિલ્હીની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટો ગુમાવતા 197 રન બનાવ્યા છે. અને મેચ જીતી લીધી છે.
આ પણ વાંચો - IPL 2026: મેદાન પર એન્ટ્રીની રાહ, પણ ધોની તો કમાન્ડો સાથે ગન ચલાવવામાં વ્યસ્ત
RRVsDC, વૈભવનો જાદુ ના ચાલ્યો
આ મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી નહોતી, જેમાં યશસ્વી જયસ્વાલ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે બીજી વિકેટ માટે 70 રનની ઝડપી ભાગીદારી કરી હતી. આ મેચમાં જ્યારે સૂર્યવંશી 46 રન બનાવીને આઉટ થયો ત્યારે જુરેલને કેપ્ટન રાયન પરાગનો સાથ મળ્યો અને બંનેએ ત્રીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. આ મેચમાં રિયાન પરાગે 51 રન બનાવ્યા હતા, પરંતુ પેવેલિયનમાં પાછા ફરતાની સાથે જ વિકેટો ખૂબ જ ઝડપથી પડવા લાગી. એક સમયે રાજસ્થાન રોયલ્સ 161 રન પર હતી અને માત્ર બે વિકેટ ગુમાવી હતી, પરંતુ 173 રન પર તેમની છ વિકેટ પડી ગઈ હતી.
મિશેલે સૌથી વધુ વિકેટો વિખેરી
ધ્રુવ જુરેલે 53 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને 193 રન સુધી પહોંચાડવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે લુંગી ન્ગીડી અને માધવ તિવારીએ 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો - 15 વર્ષના Vaibhav Suryavanshi એ IPL માં છગ્ગાનો એવો રેકોર્ડ બનાવ્યો કે દુનિયા જોતી રહી ગઈ


