Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RRVsSRH : રાજસ્થાન રોયલ્સના રોલા પડ્યા, જીત માટે 229 રનનું લક્ષ્ય મુક્યું

RRVsSRH : આજની મેચ જયપુરમાં રમાઇ રહી છે, આ IPL 2026ની પહેલી રિમેચ પણ છે, જે તેને રસપ્રદ બનાવે છે. અગાઉ, બંને ટીમો 13 એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરી હતી. તે મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને 216ના લક્ષ્યનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સને ફક્ત 159 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી
rrvssrh   રાજસ્થાન રોયલ્સના રોલા પડ્યા  જીત માટે 229 રનનું લક્ષ્ય મુક્યું
Advertisement
  • RRVsSRH : આજની મેચ જયપુરમાં રમાઇ રહી છે
  • રાજસ્થાનની ટીમે મોટો રનસ્કોર આપીને મેચને હાઇવોલ્ટેજ બનાવી દીધી
  • બોલિંગમાં નિષ્ફળ હૈદરાબાદ બેટિંગમાં શું કરે છે તે જોવું રહ્યું

RRVsSRH : IPL 2026નો ઉત્સાહ ચરમસીમાએ છે, અને હવે એક હાઇ-વોલ્ટેજ મેચનો સમય છે, જ્યાં 2008ની ચેમ્પિયન, રાજસ્થાન રોયલ્સ, 2016ની વિજેતા, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાઇ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગમાં રાજસ્થાન રોયલન્સની ટીમે 228 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. અને હૈદરાબાદની ટીમને જીતવા માટે 229 રન સ્કોરનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. જૈમાં વૈભવ સુર્યવંશી સદી સાથે છવાયો છે. હૈદરાબાદ દ્વારા ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કેપ્ટન પેટ કમિન્સ ટીમમાં પાછો ફર્યો છે. પેટ કમિન્સ દિલશાન મદુશંકાના સ્થાને રમી રહ્યો છે. હર્ષ દુબેની જગ્યાએ પ્રફુલ હિંગેને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - DCVsPBKS ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી, આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના

Advertisement

Advertisement

RRVsSRH, અગાઉની મેચનું સરવૈયું

આ મેચ IPL 2026ની પહેલી રિમેચ પણ છે, જે તેને વધુ રસપ્રદ બનાવે છે. અગાઉ, બંને ટીમો 13 એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરી હતી. તે મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને 216ના લક્ષ્યનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સને ફક્ત 159 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી, અને 57 રનથી વ્યાપક વિજય મેળવ્યો હતો.

RRVsSRH, બંને ટીમોનું સ્થાન

ફોર્મની વાત કરીએ તો, SRH આ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની જોરદાર જીત બાદ મેદાનમાં ઉતરશે. ટીમે અત્યાર સુધી સાતમાંથી ચાર મેચ જીતી છે અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. દરમિયાન, રાજસ્થાન રોયલ્સ પણ શાનદાર ફોર્મમાં છે. તેમની પાછલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. RR એ સાતમાંથી પાંચ મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. એ જોવું રસપ્રદ રહેશે કે રાજસ્થાન પોતાની પાછલી હારનો બદલો લઈ શકશે કે હૈદરાબાદ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે. આ મેચ પ્લેઓફની રેસને વધુ રોમાંચક બનાવશે.

આ પણ વાંચો - DCVsPBKS : હાઇવોલ્ટેજ મેચમાં પંજાબની જીત, ઐયર અને પ્રભસિમરન સિંહની ફટકાબાજી ફળી

Tags :
Advertisement

.

×