RRVsDC : રાજસ્થાનની ટીમે 226 રનનું લક્ષ્ય મુક્યું, રિયાન પરાગનો મજબૂત ટેકો
- RRVsDC વચ્ચે આજે જયપુરમાં મેચ રમાઇ રહી છે
- આજની મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
- કેપ્ટનની ફટકાબાજીના કારણે ટીમ મોટા રનસ્કોર સુધી પહોંચી શકી
RRVsDC : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19 મી (IPL 2026) સીઝનની 43 મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે (Jaipur Stadium Match). રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે (RR Caption - Riyan Parag) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમે 6 વિકેટો ગુમાવતા 225 રન બનાવ્યા છે. આ રનસ્કોર સુધી પહોંચવામાં રિયાન પરાગના 50 બોલમાં 90 રન મહત્વપૂર્ણ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સની ટીમ સમક્ષ જીતવા માટે 226 રનોનું લક્ષ્ય મુકવામાં આવ્યું છે. બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે, જેમાં દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે.
RRVsDC, પોઇન્ટ ટેબલની સ્થિતિ
આ સીઝનમાં અત્યાર સુધી બંને ટીમોના પ્રદર્શનને ધ્યાનમાં લેતા, રાજસ્થાન રોયલ્સ થોડી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રમતા રાજસ્થાન રોયલ્સે 9 માંથી 6 મેચ જીતી છે, જ્યારે ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. IPL 2026 માં શાનદાર શરૂઆત કરનાર દિલ્હી કેપિટલ્સ આઠમાંથી ફક્ત ત્રણ મેચ જીતી શક્યું છે અને છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
આ પણ વાંચો - FIFA 2026 : ટ્રમ્પની ઇરાનને મંજૂરી, બે દેશોના સંબંધોમાં સુધારાના સંકેત !
RRVsDC, રાજસ્થાનનો હાથ ઉપર
આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ અત્યાર સુધી ગાઢ સ્પર્ધાત્મક રહ્યો છે. બંને ટીમો વચ્ચે 30 મેચ રમાઈ છે, જેમાંથી રાજસ્થાન રોયલ્સ ટીમે 15 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ પણ 15 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો જયપુરમાં એકબીજા સામે કુલ 7 મેચ રમી છે, જેમાંથી રાજસ્થાન રોયલ્સ ટીમે 5 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ ફક્ત 2 મેચ જીતવામાં સફળ રહી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- રાજસ્થાન રોયલ્સ - યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનાવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નાંદ્રે બર્ગર, બ્રજેશ શર્મા.
- દિલ્હી કેપિટલ્સ - કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસ્ન્કા, નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, કાયલ જેમીસન, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, ટી નટરાજન.
આ પણ વાંચો - Jason Holder Catch Controversy : વિરાટનું રિએક્શન વાયરલ, જાણો નિયમો શું કહે છે !


