RRVsSRH : Sunrisers Hyderabad ની જીત, ઇશાન-અભિષેકની અડધી સદી મહત્વપૂર્ણ
- RRVsSRH વચ્ચે આજે જયપુરમાં ખેલાયો જંગ
- રાજસ્થાનની ટીમે મોટો રનસ્કોર આપ્યો, હૈદરાબાદની જીત
- ઇશાન કિશન અને અભિષેક શર્માની અદધી સદીથી ટીમમાં મજબૂતી આવી
RRVsSRH : જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે IPL 2026 ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે 229 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે (Hyderabad Sunraiser) જીત મેળવી છે. 5 વિકેટો ગુમાવતા 18.3 ઓવરમાં જ મેચ આટોપી લેવામાં આવી હતી. મહત્વની ત્રીજી વિકેટ ઇશાન કિશનની હતી, ઇશાન 74 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ ધમાકેદાર અડધી સદી ફટકારનાર અભિષેક પેવેલિયન ગયો હતો. બંનેએ ટીમના સ્કોરને શરૂઆતના સમયમાં જીતની નજીક લાવવનામાં મોટી મદદ પહોંચાડી હતી. ટીમને ટ્રેવિસ હેડના રૂપમાં પહેલી જ ઓવરમાં શરૂઆતનો ફટકો પડ્યો હતો.
RRVsSRH, વૈભવે તેની બીજી IPL સદી ફટકારી
વૈભવ સૂર્યવંશીની 36 બોલમાં ધમાકેદાર સદીના કારણે, રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો. રાજસ્થાનની શરૂઆત નબળી રહી, પરંતુ ત્યારબાદ વૈભવની વિસ્ફોટક બેટિંગ શરૂ થઈ, અને તેને બીજા છેડેથી ધ્રુવ જુરેલે સાથ આપ્યો. બંનેએ 62 બોલમાં 112 રનની ભાગીદારી કરી. જુરેલ 51 રન બનાવીને આઉટ થયો. તેના આઉટ થયા પછી, વૈભવે તેની બીજી IPL સદી ફટકારી, પરંતુ બીજા જ બોલે આઉટ થયો. ત્યારબાદ ફરેરાએ શાનદાર કેમિયો રમ્યો અને 16 બોલમાં 33 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી મલિંગાએ બે વિકેટ ઝડપી હતી.
Indian Premier League 2026 | Sunrisers Hyderabad won by 5 wickets against Rajasthan Royals (228/6) in Jaipur
(Source: ANI Picture Service) pic.twitter.com/HYSHro7jzu
— ANI (@ANI) April 25, 2026
આ પણ વાંચો : DCVsPBKS ની મેચમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પહોંચી, આ ખેલાડી સ્ટ્રેચર પર રવાના
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઈશાન મલિંગા
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા
આ પણ વાંચો : DCVsPBKS : હાઇવોલ્ટેજ મેચમાં પંજાબની જીત, ઐયર અને પ્રભસિમરન સિંહની ફટકાબાજી ફળી


