SRH vs PBKS IPL 2026 : પંજાબ કિંગ્સનું રાજ ખતમ! હૈદરાબાદે છીનવ્યો નંબર-1 નો તાજ
- SRH vs PBKS IPL 2026 : હૈદરાબાદે પંજાબને 33 રને ધૂળ ચટાડી
- હેનરિક ક્લાસેન (69) અને ઈશાન કિશન (55) ની આતશી બેટિંગથી બન્યો વિશાળ સ્કોર
- પંજાબના કૂપર કોનલીની શાનદાર સદી વ્યર્થ ગઈ, ટીમ 20 ઓવરના અંતે લપસી
- કેપ્ટન પેડ કમિન્સની ઘાતક બોલિંગ, 4 ઓવરમાં 34 રન આપી 2 મહત્વની વિકેટ ઝડપી
- 14 અંક સાથે હૈદરાબાદ હવે આઇપીએલ 2026 ના ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચ્યું
આઇપીએલ 2026 (IPL 2026) ની સીઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમને આખરે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબને 33 રને માત આપીને ટેબલમાં ટોચનું સ્થાન (Top Position) કબજે કર્યું છે. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી.
બેટિંગમાં ક્લાસેન અને કિશનનો તરખાટ
હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) આક્રમક બેટિંગ કરતા સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. તેને સાથ આપતા ઈશાન કિશને (Ishan Kishan) 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઓપનિંગમાં ટ્રેવિસ હેડે 38 રન અને અભિષેક શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં નીતીશ કુમાર રેડ્ડીએ 29 રન ફટકારી સ્કોરને 235 રન સુધી પહોંચાડ્યો હતો.
This one's for you, Orange Army 🧡 pic.twitter.com/XQibnMP25g
— SunRisers Hyderabad (@SunRisers) May 6, 2026
પંજાબની બેટિંગ લાઈન-અપ વિખેરાઈ
236 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન પેડ કમિન્સે (Pat Cummins) પ્રથમ ઓવરમાં જ પ્રિયાંશ આર્યાને 1 રને આઉટ કર્યો હતો. ત્યારબાદ પ્રભસિમરન સિંહ 3 રન અને કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 5 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. જોકે, મધ્યમ ક્રમમાં કૂપર કોનલીએ (Cooper Connolly) અદભૂત સદી (Centurion) ફટકારી લડત આપી હતી, પરંતુ તે ટીમને જીતાડવા માટે પૂરતી નહોતી. પંજાબ છેલ્લા 12 વર્ષથી હૈદરાબાદને તેના ઘરઆંગણે હરાવી શક્યું નથી.
કમિન્સની આગેવાનીમાં શાનદાર બોલિંગ
હૈદરાબાદના બોલરોએ પણ બેટ્સમેનોને પૂરો સાથ આપ્યો હતો. કેપ્ટન પેડ કમિન્સે 4 ઓવરમાં માત્ર 34 રન આપી 2 મહત્વની વિકેટ (Wickets) ઝડપી હતી. સ્પિનર શિવાંગ કુમારે પણ 2 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત નીતીશ રેડ્ડી, ઈશાન મલિંગા અને સાકિબ હુસૈને 1-1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલનું લેટેસ્ટ ગણિત
આ જીત સાથે હૈદરાબાદની ટીમ 11 મેચમાં 14 અંક સાથે પોઈન્ટ્સ ટેબલમાં (Points Table) પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પંજાબ કિંગ્સ સતત ત્રીજી હાર બાદ 13 અંક સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. આરસીબી (RCB) 12 અંક સાથે ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ (RR) પણ 12 અંક સાથે ચોથા ક્રમે છે
આ પણ વાંચો : MI માં ભડકો! શું Hardik Pandya નું પત્તું કાયમી માટે કપાઈ ગયું? જાણો અંદરની વાત


