SRHVsKKR : KKR ની જીત, અંગક્રિશ રઘુવંશીનું નોંધનીય પ્રદર્શન
- SRHVsKKR વચ્ચેનો જંગ હૈદરાબાદમાં ખેલાઇ રહ્યો છે
- હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી
- વરૂણ ચક્રવર્તીએ વધુ વિકેટ લીધી હોવાનું જાણવા મળ્યું
SRHVsKKR : આજની પહેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) દ્વારા જીત માટે આપવામાં આવેલા લક્ષ્યાંકને KKR એ 3 વિકેટો ગુમાવતા 18 મી ઓવરમાં હાંસલ કરીને જીત મેળવી લીધી છે. મેચમાં અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. રઘુવંશી અડધી સેન્ચુરીથી વધુ રન ફટકારીને પેવેલિયન ફર્યા હતા. આ પહેલા હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ હૈદરાબાદની ટીમ 19 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ઇનિંગની શરૂઆત કરતા ટ્રેવિસ હેડ સૌથી વધુ સ્કોરર રહ્યા હતા. જેમણે 28 બોલમાં 61 રનની સૌથી વધુ ઇનિંગ્સ રમી હતી. તેમના સિવાય, ત્રીજા નંબર પર બેટિંગ કરતા, ઇશાન કિશને 29 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. વિરોધી ટીમ તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેમના સિવાય સુનીલ નારાયણ અને કાર્તિક ત્યાગીએ બે-બે વિકેટ લીધી હતી. વૈભવ અરોરા, કેમેરોન ગ્રીન અને અનુકુલ રોયને એક-એક સફળતા મળી હતી.
SRHVsKKR, પોઇન્ટ ટેબલની સ્થિતિ
સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં મેદાન પર સારું પ્રદર્શન કરી રહ્યું છે, તેણે અત્યાર સુધીમાં નવમાંથી છ મેચ જીતી છે, અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વિશે વાત કરીએ, તો તેઓએ આ સિઝનમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી, અને 8 માંથી ફક્ત 2 મેચ જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
આ પણ વાંચો - Vinesh Phogat નો વિસ્ફોટક ખુલાસો; 'બ્રિજભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ કરનાર 6 પીડિતોમાં હું પણ સામેલ'
SRHVsKKR, હેડ ટુ હેડ રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને KKR વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો KKRનો હાથ ઉપર હોય તેવું લાગે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે 20 મેચ જીતી છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ માત્ર 11 મેચ જીતવામાં સફળ રહી છે.
બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન
- કોલકાતા નાઈટ રાઈડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.
- સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, સ્મૃતિ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.
આ પણ વાંચો - IPL 2026: CSK ના ₹14 કરોડના ખેલાડીનો મેદાન પર જલવો, જીત બાદ કર્યું 'ગન સેલિબ્રેશન'


