IPL Orange Cap Winner: સાંઈ સુદર્શને જીતી ઓરેન્જ કેપ, બનાવ્યા આટલા રન
- ઓરેન્જ કેપ પર GT સાંઈ સુદર્શને પોતાના નામે
- વિરાટ કોહલીને 102 રનથી પાછળ છોડી દીધો
- 2025માં 657 રન જ બનાવી શક્યા
IPL 2025ની ઓરેન્જ કેપને ગુજરાત ટાઈટન્સની ટીમના બેટ્સમેન સાંઈ સુદર્શને પોતાના નામે કરી લીધી છે. સાંઈ સુદર્શને આ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરતા ફેન્સના દિલ જીતી લીધા છે. જણાવી દઈએ કે સાંઈ સુદર્શને આ સિઝનમાં 15 મેચમાં 54.21ની એવરેજ અને 156.17ની સ્ટ્રાઈક રેટથી 759 રન બનાવ્યા છે. આ યુવા ખેલાડીએ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને 102 રનથી પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલી IPL 2025માં 657 રન જ બનાવી શક્યા છે.
ઓરેન્જ કેપ જીતવામાં સૌથી યુવા ખેલાડી બન્યા સાંઈ સુદર્શન
ઓરેન્જ કેપ જીતનારા સાંઈ સુદર્શન સૌથી યુવા ખેલાડી બની ગયા છે. સાંઈ સુદર્શને આ સિઝનમાં 1 સદી અને 6 અડધીસદી ફટકારી છે. તેમનો વ્યક્તિગત સૌથી હાઈએસ્ટ સ્કોર 108 રનનો છે. સાંઈ સુદર્શનના આ પ્રદર્શનના કારણે ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી પણ એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સની વિરૂદ્ધ 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો -IPL 2025 Winner RCB : જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી થયો ભાવુક, જુઓ Video
સુદર્શનને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું
મુંબઈ સામેની મેચમાં પણ સાંઈ સુદર્શને ધમાકેદાર બેટિંગ કરીને 50 બોલમાં 9 ચોકા અને 4 સિક્સરની મદદથી 81 રનની તોફાની ઈનિંગ રમી હતી પણ તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. તમને જણાવી દઈએ સે ઓરેન્જ કેપ જીતવાની સાથે જ સુદર્શનને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે. સુદર્શનની બેટિંગ જોઈને ફેન્સ તેમના વખાણ કરી રહ્યા હતા. IPLમાં સારા પ્રદર્શનનું ફળ પણ સુદર્શનને મળ્યું છે, તેને ઈંગ્લેન્ડની સામે રમાનારી 5 મેચની ટેસ્ટ સિરિઝમાં ઈન્ડિયા ટીમમાં સ્થાન મળ્યું છે.