Vaibhav Sooryavanshi Record : "IPL ના નવા સિતારા 15 વર્ષના વૈભવે તોડ્યો ગેલનો રેકોર્ડ, દિગ્ગજ બેટ્સમેને કરી પ્રશંસા
Vaibhav Sooryavanshi Record : ક્રિકેટના મેદાનમાં 15 વર્ષના 'વન્ડર બોય' વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) એ ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ 2026 (IPL 2026) ની એલિમીનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના આ યુવા ઓપનરે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના બોલરોની ધુલાઈ કરીને ક્રિસ ગેલ (Chris Gayle) ના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂ ચંદીગઢમાં બુધવાર, 27 મેની સાંજે રમાયેલી આ મેચમાં વૈભવે પોતાના બેટથી તબાહી મચાવી દીધી હતી. માત્ર 29 બોલમાં 97 રન ફટકારીને તેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી.
What a phenomenal player Vaibhav is. Great entertainment young man! New Six machine @IPL pic.twitter.com/ofElAousF7
— Chris Gayle (@henrygayle) May 27, 2026
Vaibhav Sooryavanshi Record : નવી 'સિક્સ મશીન' નો ઉદય
મેચ પહેલા વૈભવને રેકોર્ડ તોડવા માટે 7 છગ્ગાની જરૂર હતી, પરંતુ આ પ્રતિભાશાળી બેટ્સમેને પાવરપ્લેમાં જ 8 છગ્ગા ફટકારીને તમામ અંદાજો ખોટા પાડી દીધા હતા. વૈભવે આ સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 65 છગ્ગા (Most Sixes in IPL Season) ફટકારીને ક્રિસ ગેલના 59 છગ્ગાના 2012 માં બનેલા સર્વકાલીન રેકોર્ડને તોડી નાખ્યો છે. તેની આ તોફાની ઈનિંગ જોઈને ખુદ યુનિવર્સ બોસ ક્રિસ ગેલે તેને 'નવી સિક્સ મશીન' ગણાવીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, આન્દ્રે રસેલ (Andre Russell) અને સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) જેવા દિગ્ગજોએ પણ વૈભવના આત્મવિશ્વાસ અને ટેલેન્ટના વખાણ કરતા કહ્યું કે આ યુવા ખેલાડી ભવિષ્યનો મોટો સ્ટાર છે. રસેલે તો ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, 15 વર્ષની ઉંમરે આવું પ્રદર્શન કરવું એ અદભૂત છે.
Andre Russell’s Instagram story for Vaibhav Sooryavanshi. pic.twitter.com/d9gtHkAoD8
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2026
રેકોર્ડ્સનો વરસાદ
વૈભવ સૂર્યવંશીએ માત્ર છગ્ગાનો જ નહીં, પરંતુ અન્ય અનેક વિક્રમો પણ તોડ્યા છે:
સૌથી વધુ રન: તે આઈપીએલ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ (Uncapped Player) ખેલાડી બની ગયો છે, જેણે 680 રન સાથે યશસ્વી જયસ્વાલ (Yashasvi Jashwal) નો રેકોર્ડ તોડ્યો છે.
સૌથી ઝડપી ફિફ્ટી: પ્લેઓફમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારીને તેણે સુરેશ રૈના (Suresh Raina) ના 2014 ના રેકોર્ડની બરાબરી કરી છે.
પ્લેઓફમાં સૌથી વધુ છગ્ગા: નૉકઆઉટ મેચમાં એક ઈનિંગમાં 12 છગ્ગા ફટકારીને તેણે શુભમન ગિલ (Shubman Gill) ને પાછળ છોડી દીધો છે.
This is some hitting from Vaibhav
Very special talent, such confidence at a young age. Cricket has a special player coming through— Sanath Jayasuriya (@Sanath07) May 27, 2026
આ 15 વર્ષના યુવા ખેલાડીની બેટિંગમાં જે પરિપક્વતા અને આક્રમકતા જોવા મળી છે, તે ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે. આગામી ક્વોલિફાયર-2 મેચમાં વૈભવ ફરી કઈ અજાયબી કરશે તે જોવું રસપ્રદ રહેશે. દરેક ક્રિકેટ પ્રેમી માટે આ ઈનિંગ એક યાદગાર ક્ષણ બની ગઈ છે અને આવનારા સમયમાં આ યુવા બેટ્સમેન ચોક્કસપણે ભારતીય ટીમના દરવાજા ખખડાવશે.
આ પણ વાંચો : IPL 2026 : RR નો ધમાકો! SRH ને હરાવી રાજસ્થાન પહોંચ્યું બીજા ક્વોલિફાયરમાં


